ચાના કોટા સાથે અબોલ પશુઓની સેવાચાકરીMarch 16, 2019

 સાવરકુંડલામાં હોમગાર્ડની ઓફિસ પાસે છેલ્લા 20 વર્ષથી સેવાની અનોખી ધૂણી
જૂનાગઢ તા,16
સાવરકુંડલાની હોમગાર્ડ ઓફીસ પાસે ચાની લારી ચલાવી મુંગા પશુઓની 20 વર્ષથી સેવા કરે છે. સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ હોમગાર્ડ ઓફીસ પાસે બાબુભાઇ બોરીસાગર રાજગોર બ્રાહ્મણ છેલ્લા 20 વર્ષથી 35 થી 40 ગાયો, પારેવા, ખીસકોલી વગેરે મુંગા પ્રાણીઓ માટે પાણીના કેરબાની વ્યવસાથ કરે છે અને આજુબાજુના 25 થી 30 દાતાઓ દ્વારા આ પશુઓ માટે ઘઉ, જાર, ચણ, સીંગ દાણા 20, 25 દાતાઓ દ્વારા દાન પણ મળે છે. બાબુભાઇના પુત્ર ધરમભાઇ તેના ધંધામાંથી સમય કાઢીને આ પશુઓની સેવા કરે છે.
રોજા માટે ગાયો ત્યા પાણી પીવા માટે પણ આવે છે આ સેવામા સહભાગી બનવા ધરમભાઇના મો. 94263 76620 ઉપર દાતાઓ દ્વારા દાન આપવા અપીલ પણ કરવામાં આવે છે.