દેશના સૌથી મોટા રસોડે કરો હરિહરMarch 16, 2019

  • દેશના સૌથી મોટા રસોડે કરો હરિહર
  • દેશના સૌથી મોટા રસોડે કરો હરિહર
  • દેશના સૌથી મોટા રસોડે કરો હરિહર
  • દેશના સૌથી મોટા રસોડે કરો હરિહર
  • દેશના સૌથી મોટા રસોડે કરો હરિહર

અમૃતસર: કોઇ પણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતમાં સૌ પ્રથમ બે ટાઇમના જમવાનો સમાવેશ થાય છે. આજે દરેક મહાનગરમાં સેવાભાવી સંસ્થાઓ એકટંકનો રોટોલો ગરીબોને પૂરો પાડે છે, પરંતુ, આ માટે તેમનું રસોડું સવારથી ધમધમે છે. હજારો લોકો સાથે મળીને જમવાનું બનાવે છે. ટિફિન પેક કરે છે અને ફૂટપાથ પર રહેતા લોકો સુધી પહોંચાડે છે. એવું નથી કે આ ટિફિન લાચાર કે ગરીબો જ જમે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને ક્યારેક અપડાઉન કરતા લોકો પણ જમી જાય છે. અમૃતસરમાં આવેલું દેશનું સૌથી વિશાળ રસોડું, જ્યાં દરરોજ દોઢ લાખથી વધારે લોકો જમી જાય છે. ગુરુરામ દાસ લંગરમાં દરરોજ લાખો લોકો જમે છે. જેને દુનિયાનું સૌથી મોટું કોમ્યુનિટી સ્કચનથી ઓળખાય છે. જ્યાં વર્ષે આશરે 3 કરોડ લોકો જમી જાય છે. ગુરુ નાનક દેવજીએ લંગરની શરૂઆત કરાવી હતી. ગુરુ નાનકના પિતાએ જ્યારે તેમને 20 રૂાઉ આપ્યા હતા. ત્યારે તેમણે રૂા.20માં ભૂખ્યાઓને જમાડ્યા હતા. આશરે 50 હજાર સ્કવેર ફીટમાં આ લંગરહોલ ફેલાયેલું છે. જેમાં અનેક વિભાગ છે. અહીં મુખ્ય બે હોલ છે જેમાં 5 હજારથી વધુ લોકો એક સાથુ બેસીજમી શકે છે. મુખ્ય હોલની જમણી બાજુ ત્રણ મેકેનાઇઝ રોટી મેકર્સ લયાવેલા છે. ત્યાર બાદ રોટલી બનાવવા માટેના વિશાળ ગૃહ છે. દરરોજ લોકોને ઘી વાળી રોટલી પીરસવામાં આવે છે. મોટા તવા પર રોટલીઓ પકાવીને ઘી લગાવવામાં આવે છે. રોટલીને પવિત્ર માનવામાં આવે છે તેથી તેને હાથ ફેલાવીને લેવામાં આવે છે. શાકભાજી ઓર્ગેનિક ફાર્મમાંથી આવે છે. લંગરમાં આપવા માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. જે પાછળનો હેતું માત્રને માત્ર સેવાનો છે. દરરોજની 5 હજાર કિલો શાકભાજીને કટ કરવામાં આવે છે.