એવરી વેર ‘અભિનંદન’March 16, 2019

  • એવરી વેર ‘અભિનંદન’
  • એવરી વેર ‘અભિનંદન’
  • એવરી વેર ‘અભિનંદન’

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે, અને દેશમાં વિવિધ જગ્યાઓ પર અભિનંદનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત 14માં ભારતીય પાક કળા 2019માં દિલ્હીના શેફ જિતેન્દ્ર સિંહે તરબૂત પર વિંગ કમાન્ડર અભિનંદનના ચહેરાની કોતરણી કરી છે. અને સાથે જય હિંદ પણ લખ્યુ છે. મેંગલુરુની એક સિટી બસમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનનો ફોટો જોવા મળી રહ્યો છે. આ બસના માલિક વિક્રમ શેટ્ટીએ કહ્યું કે આવું કરીને તેઓ ભારતીય સેનાને સન્માન આપી રહ્યા છે. તીરુવનંતપુરમના આર એસ વિનોદ નામના એક દોડવીરે સચિવાલયના 3 ચક્કર લગાવીને એકતાનો સંદેશ પાઠવ્યો હતો, આ દરમિયાન તેઓના ગળામાં અભિનંદનનો ફોટો જોવા મળ્યો હતો. તિરુવનંતપુરમની એક રેસ્ટોરાંમાં વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કરતા હોય તેેવું કેરિકેતર એટલે કે વ્યંગચિત્ર બનાવવામાં આવ્યું છે. આ કેરિકેચર મલપ્પુરમના કરીમે બનાવ્યું છે કે જેઓ હાલ દુબઇમાં રહે છે. જયપુરની એક હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો અને તેનું નામ અભિનંદન રાખવામાં આવ્યું છે. 32 વર્ષીય સેલ્સમેન મોહમ્મદ ચાંદે વિંગ કમાન્ડર અભિનંદનની સ્ટાઇલમાં મૂછો કરાવી છે. આજકાલ દેશના યુવાનોમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનની મૂછનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.