ચન્દ્ર પર સેલ્ફ કાર ડ્રાઇવિંગ!March 16, 2019

  • ચન્દ્ર પર સેલ્ફ કાર ડ્રાઇવિંગ!


ટોકયો: જાપાનની સૌથી મોટી કાર કંપની ટોયોટા ચંદ્ર પર ચાલી શકે એવી કાર બનાવી રહી છે. છ વ્હીલવાળી આ સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં બે વ્યક્તિઓ 10,000 કિલોમીટર સુધી જઈ શકે છે. ટોયોટા આ કારને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી માટે તૈયાર કરી રહી છે. વર્ષ 2029 સુધીમાં આ કારને ચંદ્ર પર લઇ જવાની યોજના છે. અંતરિક્ષમાં જ્યાં મુસાફરો હશે ત્યાં આ કાર આપમેળે પહોંચી જશે.