શિષ્યો માનવા તૈયાર નથી કે 5 વર્ષ પૂર્વે ગુરુજી ‘દેવ’ થઇ ગયા!March 16, 2019

  • શિષ્યો માનવા તૈયાર નથી કે 5 વર્ષ પૂર્વે ગુરુજી ‘દેવ’ થઇ ગયા!
  • શિષ્યો માનવા તૈયાર નથી કે 5 વર્ષ પૂર્વે ગુરુજી ‘દેવ’ થઇ ગયા!

જલંધર તા.16
મધ્યપ્રદેશના દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સંસ્થાપક આશુતોષ મહારાજને તબીબોએ પાંચ વર્ષ પહેલા મૃત જાહેર કરી દીધા હતા પરંતુ તેમના આશ્રમના સંચાલકો અને અનુયાયીઓ આ વાત માનવા માટે તૈયાર નથી. તેઓ એવું માની રહ્યા છે કે, તેમને સમાધિ લઇ લીધી છે. તેઓ એક દિવસ જરૂરથી પરત આવશે. ચમત્કારની આશામાં તેમના મૃતદેહને ડીપ ફ્રીઝરમાં સુરક્ષીત રાખવામાં આવ્યો છે.
દર છ મહિને તેમના શરીરની તબીબો તપાસ કરે છે. મધ્યપ્રદેશના નુરમહેલમાં દિવ્ય જ્યોત જાગૃતિ સંસ્થાનના સ્થાપક આશુતોષ મહારાજને તા.28 જાન્યુઆરીની રાત્રે છાતીમાં દુ:ખાવો થયો હતો. ત્યારબાદ તેઓ મૌન બની ગયા હતા. તેમના અનુયાયીઓને લાગ્યું કે, મહારાજ સમાધિમાં ચાલ્યા ગયા છે. આવું તે અવારનવાર કરે છે. તબીબી તપાસમાં તેમને મૃત જાહેર કરી દેવાયા છે પરંતુ આશ્રમના સંચાલકોએ તેમના અંતિમ સંસ્કાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
તેમના શરીરને હાલમાં ડીપ ફ્રીઝમાં રાખવામાં આવ્યો છે. મહારાજે સમાધિ લીધા બાદ સંસ્થાનમાં ગતિવિધિઓ જે રીતે અગાઉ ચાલતી એ રીતે જ ચાલી રહી છે. જાણે બધુ સામાન્ય હોય. મોટા કાર્યક્રમો સિવાય અહીં દર રવિવારે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમ્યાન આશ્રમના સંચાલકો તથા શ્રધ્ધાળુઓને વિશ્ર્વાસ અપાવવામાં આવે છે કે, મહારાજ એક દિવસ સમાધિમાંથી પરત ફરશે. મૌનવ્રત હોવા છતા આશ્રમમાં બધુ સામાન્ય હોય એમ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત આશ્રમમાં સામાજીક કાર્યો પણ થાય છે. આ સાથે આશ્રમમાં નવી ઇમારત પણ બની રહી છે. આશ્રમમાં જ્યાં મહારાજનો મૃતદેહ રાખવામાં આવ્યો છે ત્યાં મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નથી. અનુયાયીઓ જણાવે છે કે એક દિવસ મહારાજ પરત ફરશે. સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજના શરીરને પંજાબ પોલીસ અને સીઆરપીએફના જવાનો સુરક્ષા પુરી પાડી રહ્યા છે. અહીં સુધી જવા માટે માત્ર ડોકટરને જ પરવાનગી છે. જેઓ દર છ મહિને મહારાજના શરીરની તપાસ કરવા માટે જાય છે. આ સિવાય અહીં સુધી કોઇને જવા દેવામાં આવતા નથી.