સાઇના નેહવાલની બાયોપિકમાં ફેરફારMarch 16, 2019

  • સાઇના નેહવાલની બાયોપિકમાં ફેરફાર

નવી દિલ્હી તા.16
બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે શ્રદ્ધા માટે એક ખરાબ સમાચાર છે કે તેની પાસેથી સાઇના નેહવાલની બાયોપિક નિકળી ગઈ છે. ડીએનએમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે શ્રદ્ધાની જગ્યાએ હવે આ ફિલ્મમાં પરિણીતિ ચોપડાને સાઇન કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે શ્રદ્ધા કપૂર બીજા કામમાં વ્યસ્ત હોવાને કારણે પ્રોડક્શન ટીમને પરિણીતિ સાથે કામ કરવાનું વધારે યોગ્ય લાગ્યું છે. શ્રદ્ધાએ અમોલ ગુપ્લેના દિગ્દર્શનમાં બની રહેલી આ બાયોપિક ફિલ્મની શૂટિંગ વર્ષ 2018માં સપ્ટેમ્બરમાં શરૂ કરી હતી, પરંતુ ત્યારબાદ ફિલ્મના શૂટિંગમાં મોડુ થઈ રહ્યું હતું. પહેલા શ્રદ્ધા ડેન્ગ્યૂને કારણે બિમાર પડી ગઈ, ત્યારબાદ તે સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગમાં વ્યક્ત થઈ ગઈ અને આ વચ્ચે સાહોનું શેડ્યૂલ પણ શરૂ થઈ ગયું.
તેવામાં ભૂષણ કુમાર પ્રોડક્શને શ્રદ્ધાને રિપ્લેસ કરીને પરિણીતિ ચોપડાને સાઇન કરી લીધી છે.