વિરાટ સામે હું બોલિંગ નહીં કરું: શેન વોર્નMarch 16, 2019

  • વિરાટ સામે હું બોલિંગ  નહીં કરું: શેન વોર્ન

નવી દિલ્હી તા.16
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી, મહાન સચિન તેંડુલકરથી સારો છે કે નથી તેના પર ચર્ચા લગભગ ક્યારે પૂરી થાશે અને આ વચ્ચે આ મામલામાં સવાલ પૂછવા ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર અને હાલના સમયમાં રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર શએન વોર્ને મજાકમાં કહ્યું કે, તે આ બંન્ને ભારતીય બેટ્સમેનો સામને બોલિંગ કરવા ઈચ્છતો નથી.
વોર્ને આઈપીએલને લઈને રાજસ્થાન ટીમની તૈયારીઓ દરમિયાન વાતચીતમાં કહ્યું કે, તેનું માનવું છે કે વિવ રિચર્ડસ સર્વશ્રેષ્ઠ એકદિવસીય બેટ્સમેન હતા અને તે કોહલી વિશે મંતવ્ય ત્યારે બનાવશે જ્યારે તેનું (કોહલી)નું કરિયર સમાપ્ત થઈ જશે. વોર્ને કહ્યું, 90ના દાયકાના મધ્યમાં સચિન અને બ્રાયન લારાનો ક્લાસ બાકી બધા કરતા ઉપર હતો. બાદમાં તેનું કરિયર આવું ન હતું પરંતુ 1994-95થી ચારથી પાંચ વર્ષ દરમિયાન આ બંન્નેનો ક્લાસ સૌથી ઉપર હતો.
તેણે કહ્યું, વિરાટ અને સચિન સંપૂર્ણ રીતે બે અલગ-અલગ ખેલાડી છે, પરંતુ તે મહાન છે. હું તેને બોલિંગ કરવા ઈચ્છીશ નહીં (વાતચીતમા વોર્ન અહીં ખળખળાટ હસ્યો). મારા માટે બંન્ને સારા ખેલાડી છે, હું કોઈ એકને ન પસંદ કરી શકું. વોર્ને કહ્યું, મારા માટે આપણે બધા જાણીએ છીએ કે ડોન બ્રેડમેન સૌથી સારા બેટ્સમેન હતા. તેના પર સર્વસંમત્તિ છે. તેનાથી બહાર મારા માટે વિવ રિચર્ડ્સ સૌથી સારા ખેલાડી હતા, જેને મેં અત્યાર સુધી જોયા છે. હું કોઈ બીજાને બોલિંગ કરવી પસંદ કરીશ. તેણે કહ્યું, મારા માટે સૌથી સારા વનડે બેટ્સમેન વિવ અને વિરાટ હશે. વિરાટનો રેકોર્ડ તો પાગલપણ ભરેલો છે, તે જણાવે છે કે, તે કેટલો સારો છે. એક ખેલાડી, જ્યારે તે રમતો હોય છે ત્યારે તેને જજ કરવો મુશ્કેલ હોય છે.