બીએસએનએલ કર્મચારીઓને આજે મળી જશે પગારMarch 15, 2019

  • બીએસએનએલ  કર્મચારીઓને આજે  મળી જશે પગાર

નવીદિલ્હી તા,15
જાહેર ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલ પોતાનાં તમામ કર્મચારીઓનાં ફેબ્રુઆરી મહિનાનાં પગારની ચુકવણી શુક્રવારે કરશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, અમને આશા છે કે માર્ચમાં કુલ પ્રાપ્તી 2700 કરોડ રૂપિયા રહેશે. તેમાંથી 850 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કર્મચારીઓનાં વેતનની ચુકવણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રિલાયન્સ જીયો ઉપરાંત બીએસએનએલ એક માત્ર એવી દૂરસંચાર કંપની છે જેના ગ્રાહકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે તેના રેવન્યુમાં વધારો થયો છે. શ્રીવાસ્તવે કહ્યું કે, દૂરસંચાર મંત્રીએ આ મુદ્દે પોતે પહેલ કરતા નજર રાખી અને સંકટનો નિકાલ કર્યો હતો. હું બીએસએનએલનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કરુ છું જેમણે તે સુનિશ્ચિત કર્યું કે સેવાઓ ચાલુ જ રહેશ