ભારતમાં 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ શરૂ કરશે અમેરિકાMarch 15, 2019

  • ભારતમાં 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ શરૂ કરશે અમેરિકા


વોશિંગ્ટન તા.15
ભારત તથા અમેરિકાએ દ્વિપક્ષીય સિવિલ ન્યૂક્લિયર એનર્જી કો-ઓપરેશનને વધુ મજબૂત બનાવવા ભારતમાં 6 અમેરિકન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તૈયાર કરવા અંગે સમજૂતી કરી છે.
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે તથા યુએસના એન્ડ્રીયા થોમ્સનના સંયુક્ત અધ્યક્ષપદ હેઠળ બંને દેશ વચ્ચે થયેલી સ્ટ્રેટેજીક સિક્યોરિટી બેઠકની મંત્રણા બાદ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. ભારત તથા અમેરિકા વચ્ચે સલામતી તથા સિવિલ ન્યૂક્લિયર કો-ઓપરેશન સંદર્ભે મજબૂત પરિસ્થિતિનું નિર્માણ કરવા અંગે મંત્રણા થઈ હતી. બંને દેશ વચ્ચે સિવિલ ન્યૂક્લિયર કો-ઓપરેશન સંદર્ભે 2008માં ઐતિહાસિક સમજૂતી થઈ હતી. અમેરિકાએ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતને 48માં સભ્ય તરીકે દાખલ કરવા પર મજબૂત ટેકો કર્યો છે. એનએસજીમાં ભારતના પ્રવેશ માટે ચીને વાંધો ઉઠાવ્યો હતો.
ભારતે યુએસ ઉપરાંત ફ્રાંસ, રશિયા, કેનેડા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, યુકે, જાપાન, વિયેટનામ, બંગ્લાદેશ, કઝાખસ્તાન તથા સાઉથ કોરિયા સાથે પણ સિવિલ ન્યૂક્લિયર કો-ઓપરેશન કરાર કર્યો છે.
ભારત-અમેરિકા વચ્ચે સિવિલ ન્યૂક્લિયર કો-ઓપરેશન ઉપરાંત ગ્લોબલ સિક્યોરિટી, પરમાણુ હથિયાર અને આતંકવાદ
ઉપરાંત વૈશ્ર્વિક ધોરણે સ્પર્શતા
અન્ય પાસાની ચર્ચા-વિચારણા થઈ હતી.