સોનિયાની નજીકના વડક્કન રાહુલથી રિસાઈને ભાજપમાંMarch 15, 2019

  • સોનિયાની નજીકના વડક્કન  રાહુલથી રિસાઈને ભાજપમાં

નવી દિલ્હી તા,15
લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. કોંગ્રેસને રોજે રોજ ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસના
પ્રવક્તા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના નજીકના ગણાતાં ટોમ વડક્કન ગઇકાલે ભાજપમાં જોડાયા હતા.
ભારતીય હવાઇદળે પાકિસ્તાનના બાલાકોટ આતંકી કેમ્પ પર કરેલા હુમલા વિશે કોંગ્રેસના વલણની ટીકા કરી હતી. મને કોંગ્રેસના નિવેદનથી બહુ દુ:ખ થયું હતું અને પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો. તેઓ કેન્દ્રના પ્રધાન રવિશંકરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. બાદમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા.
તેમણે કોંગ્રેસને જિંદગીના 20 વર્ષ આપ્યા છે. હવે વાપરીને ફેંકી દેવાની વૃત્તિ સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. ભાજપ તેમને કેરળની બેઠક પર ઉમેદવારી આપશે એવી શક્યતા છે.