વિશ્વકપ દરમિયાન થશે શમીના કેસની સુનાવણી, 22 જૂને નહીં રમે મહત્વની મેચ

નવી દિલ્હીઃ ભારતની વિશ્વકપની ટીમ જાહેર થવામાં હજુ વાર છે. પરંતુ આશા છે કે તે ટીમમાં ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમીનું નામ સામેલ હશે. વિશ્વકપની ટીમનો ભાગ બની શમી ટીમ ઈન્ડિયાના લગભગ તમામ મેચ રમશે, પરંતુ 22 જૂને અફગાનિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચ રમી શકશે નહીં. મહત્વનું છે કે, તેનું કારણ છે કે કોર્ટમાં તેના પર લાગેલા આરોપોની સુનાવણી અને આ દરમિયાન તેનું ત્યાં હાજર રહેવું. કોર્ટેમાં શમીના કેસની સુનાવણીની તારીખ 22 જૂન મળી છે. કોર્ટે આ તારીખે તેને હાજર રહેવાનો આદેશ આપ્યો છે