અમેરિકા-યુરોપમાં રહેતા ભારતીયોને પરેશાન કરવાનો પાકિસ્તાનનો 'નવો પેંતરો' આવ્યો સામે

  • અમેરિકા-યુરોપમાં રહેતા ભારતીયોને પરેશાન કરવાનો પાકિસ્તાનનો 'નવો પેંતરો' આવ્યો સામે

નવી દિલ્હી: ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ  એવી કોશિશ કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય.