સેન્સેક્સ-નિફ્ટી છ માસની ટોચેMarch 15, 2019

  • સેન્સેક્સ-નિફ્ટી છ માસની ટોચે

 સૂચકાંકે 38 હજારની સપાટી ક્રોસ કરી, બેંક નિફટીમાં તોફાની તેજી: તમામ સેકટરમાં જોરદાર ખરીદી
રાજકોટ તા.15
ભારતીય શેરબજારમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થયેલી પ્રિ-ઇલેકશન રેલી સતત બીજા અઠવાડીયે ચાલુ રહી હતી અને આજે સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેકસ ખુલતામાં સેન્સેકસ 240 પોઇન્ટ સુધી ઉછળતા 38 હજારની સપાટી વટાવી હતી. જ્યારે નિફટીમાં પણ 80 પોઇન્ટ જેવો ઉછાળો આવતા નિફટીએ 11422 ની સપાટી બનાવી હતી. સેન્સેકસે નિફટીએ છ મહિના બાદ આ સપાટી બનાવી હતી.
શેરબજાર ગઇકાલે ફલેટ બંધ રહ્યા બાદ આજે સવારથી અચાનક જ લેવાલી નીકળી હતી. બેંક શેરોમાં જોરદાર ખરીદી નીકળતા એક તબક્કે બેંક નિફટી પણ 400 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. બજારમાં 1432 માંથી 1187 શેરમાં તેજી જોવા મળતી હતી અને બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળતો હતો. તમામ સેકટરમાં ખરીદી નીકળી હતી.
સેન્સેકસ-નિફટીમાં તેજી સાથે બેંક નિફટીમાં પણ ખુલતામાં 400 પોઇન્ટનો ઉછાળો જોવાતા બેંક નિફટીએ 29310 ની સપાટી બનાવી હતી. જ્યારે સ્મોલકેપ ઇન્ડેકસ પણ 95 પોઇન્ટની તેજી સાથે 14980 ના સ્તરે અને મીડકેપ ઇન્ડેકસ 105 પોઇન્ટની તેજી સાથે 15195 ના સ્તરે ટે્રડ કરતા જોવાયા હતા.
શેરબજાર સાથે રૂપિયામાં પણ આંશિક રીકવરી જોવા મળી હતી. સવારે ખુલતામાં રૂપિયો 17 પૈસા મજબુત બની 69.17 ના સ્તરે ખુલ્યો હતો.