પીપળીયા ગામે 10 દિવસ અખંડ રામધૂનMarch 15, 2019

  • પીપળીયા ગામે 10 દિવસ અખંડ રામધૂન

મોરબીના નવલખી રોડ ઉપર પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યું છે પીપળીયા બાલાજી રાજકોટ તા. 15
મોરબીના નવલખી રોડ ઉપરના પીપળીયા ગામે આજથી 24મી માર્ચ સુધી સતત દસ દિવસ અખંડ રામધુનનું ભવ્ય આયોજન દર વર્ષની આ વર્ષે પણ યોજાવાનું છે આજથી પીપળીયા બાલાજી મંદિરમાં "શ્રી રામ જય રામ જય જય રામ ના નાદથી ગુંજી ઉઠશે.
રામધુનનો આજથી પ્રારંભ થયો છે અને જે 21મી માર્ચના દિવસે ધુળેટી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જયારે 24મી માર્ચે અખંડ રામધુન વિરામ આપવામાં આવશે આ ભવ્ય રામધુનનો લાભ લેવા સૌરાષ્ટ્રભરમાંથી હજારો લોકો ઉમટી રહ્યાં છે.
શ્રી પીપળીયા બાલાજી મંદિરનો અનોખો વિકાસ ગ્રામ્યજનોએ કર્યો છે. આ મંદિરની પાછળ વિશાળ તળાવ આવેલું છે જયા લોકો માટે બોટીંગની પણ વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરવામાં આવશે. બાળકો માટે ખાસ હિંચકા ગાર્ડન બનાવામાં આવશે.
સરકારે પીપળીયા ગામમાં આ મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા લીલીઝંડી આપી દીધી છે ટુંક સમય માંજ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. આજથી બાલાજી મંદિરમાં રામધુનો નાદ ગુંજી ઉઠશે.
પીપળીયા બાલાજી મંદિરમાં આજથી શરૂ થયેલી રામધુન કાર્યક્રમમાં જોડાવા માટે લખા ભગત, સંજયભાઇ માણેક, રતીલાલ, મહેષભાઇ નકુમ, હરેશભાઇ સમસ્ત માણેક પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ લોકોને અનુરોધ કર્યો છે જયારે અખંડ રામધુન દરમ્યાન બહારગામના ભાવિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે