જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત હથિયારો સાથે છ ઝબ્બેMarch 15, 2019

  • જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત હથિયારો સાથે છ ઝબ્બે

જૂનાગઢ તા.15
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પોલીસે કાયદાનો ચુસ્તપણે અમલ થાય તે માટે અલગ અલગ ચેકપોસ્ટ ઉપર વાહનોનું ચેકીંગથી માંડી તમામ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
જૂનાગઢ જીલ્લામાં અલગ અલગ છ જગ્યાએથી પ્રતિબંધિત હથિયારો સાથે છ શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં બી ડીવીઝન પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી મેરાજશા ગભરુ ઇસ્માઇલશા ફકીર નામના યુવકને છરી સાથે સી ડીવીઝન પોલીસે ભુતનાથ ફાટક પાસેથી દિલીપ બચુ પરમાર રહે. ગરબી ચોક તે છરી સાથે વિસાવદરમાં કનૈયા ચોકમાંથી લોખંડના પાઇપ સાથે હરેશ લખુ વાણીયો રહે. શેત્રુંજી વડાળાને ઝડપી લીધો હતો. આ ઉપરાંત બાંટવા પોલીસે બાયપાસ બગીચા પાસેથી કાર લઇને નીકળેલા ભગવાન કરશન ડાંગર નામના શખ્સને કારમાં રાખેલ લાકડાની હોકી સાથે પકડી પાંચ લાખની કાર કબ્જે કરી હતી. શીલ પોલીસે ચોરવાડ પાસેથી યુનુસ મુસા બતક નામના શખ્સના બોલેરો પીકઅપ વાહનની શીટ નીચે છુપાવેલ ફાયબરનો ધોકો મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ માળીયા પોલીસે જાહેરમાં કડીયાળી લાકડી લઇને રોફ જમાવવા નીકળેલા બાબુ જશા સિંધવને લાકડી સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો.