જામનગરના બાલાજી પાર્કમાંથી વિદેશી દારૂની 95 બોટલ સાથે બે શખ્સો ઝબ્બેMarch 15, 2019

  • જામનગરના બાલાજી પાર્કમાંથી વિદેશી  દારૂની 95 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે

જામનગર તા.15
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સીંધલની સુચનાથી તેમજ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજાની રાહબરી મુજબ સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ., પોલીસ. સબ.ઇન્સ. એ.એલ.મકરાણી વોચમાં હતા તે દરમ્યાન કોન્સટેબલ હિતેષભાઇ મકવાણા તથા ઓસમાણભાઇ સુલેમાનભાઇ સુમરાની બાતમી આધારે જામનગર બાલાજી પાર્ક ઢીચડા રોડ જવાના રસ્તે હોરો હોન્ડા મો.સા.માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ નીકળતા બે ઇસમો વીમલભાઇ વાલજીભાઇ અમલ, રહે.દી.પ્લોટ, 49 આશાપુરા મંદિર પાછળ અચીજા પાનની બાજુમાં જામનગર તથા રૂપેશભાઇ રમેશભાઇ પંડ્યા જાતે બ્રાહ્મણ (ઉ.વ.30) ધંધો, મજુરી, રહે. મહાકાળી મંદિર પાછળ ગાયત્રીનગર શેરી નં.-1 જામનગર વાળાનું હીરો હોન્ડા મો.સા.માંથી અલગ અલગી ઇંગ્લીશ દારૂના ચપલા નંગ 95 કિ.રૂા.9500/- તથા હીરો હોન્ડા મો.સા.ની કિ.રૂા.20000/- મળી કુલ 29500/-ના મુદામાલ સાથે રેઇડ દમ્યાન પકડાઇ જતા હેડ કોન્સ્ટેબલ એસ.એસ. દાતાણીયાએ ફરિયાદ આપી પીએસઆઇ એ.એલ. મકરાણીએ અટક કરી કાર્યવાહી કરી છે.