ચીનની લાજ ન કાઢો, આતંકી મસૂદની લાશ કાઢોMarch 15, 2019

  • ચીનની લાજ ન કાઢો, આતંકી મસૂદની લાશ કાઢો
  • ચીનની લાજ ન કાઢો, આતંકી મસૂદની લાશ કાઢો
  • ચીનની લાજ ન કાઢો, આતંકી મસૂદની લાશ કાઢો

રણે ચડવા મેદાને પડવા નરબંકાનાં કામ ગણાય. ખીચડ ખાયાનાં કામ નહીં. ખીચડ ખાયા એટલે ખીચડી કે દાત-ભાતિયાનાં ખાનારા એવું નહીં પણ અવસરવાદીયા! અને જયાં આવા અવસરવાદીયા બહુમતીમાં હોય તેવા રાષ્ટ્રને ભોજિયોભાઇ પણ ગણકારતો નથી હોતો. તેનું તાજજૂં ઉદાહરણ પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરનું છે. જેને 23 દેશોનાં સમર્થનની ઓથે સંયૂક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતે ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા ફાંકાફોદ્દારી કરી પણ ચીને ભૂંહડિયો વાળી દીધો. તમને થશે કે આમાં અવસરવાદ કયાં આવ્યો? તો સાંભળો (એટલે કે વાંચો). દેશભરનાં ટેલિમીડિયામાં ગઇકાલે (ગુરૂવારે) આખ્ખો દા’ડો એક જ ટોપિક ચર્ચાતો રહ્યો. રાષ્ટ્રવાદની સઘળી જવાબદારી પોતાનાં જ શિરે હોય તેમ ન્યૂઝ ચેનલ્સોએ ચીનને ગાળાગાળી કરી અને ભારતે આમ કરી નાંખવું જોઇએ અને તેમ કરી નાંખવું જોઇએ એમ ડિંગેડિંગ ચલાવ્યું. દર્શકોને લાગ્યું કે સરકાર નિકમ્મી છે અને બધ્ધી જ જવાબદેહી આ ન્યૂઝ ચેનલો જ નિભાવી રહી છે. એવામાં સાંજના 7:30 વાગ્યા. અને વાવડ આવ્યા કે મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનશ(સીએસટી) ને જોડતો ફૂટ ઓવર બ્રિજનો એક હિસ્સો તૂટી પડયો જેમાં 6 મુંબઇગરા માર્યા ગયા અને 34 ઘવાયા. બસ થઇ રહ્યું. કહેવાતી તમામ નેશનલ ન્યૂઝ ચેનલોની હેડલાઈન્સ બદલાઈ ગઇ. ચીન, ભારત, યૂએન અને એવું બધ્ધું એક જ ધડાકે હાંસિયામાં ધકેલાઈ ગયું. મોડીરાત સુધી અને આજ (શુક્રવાર) સવાર સુધી પણ મુંબઇના ફૂટ ઓવર બ્રિજ તૂટ્યો તેનાં જ બ્રેકીંગ ન્યૂઝ ચાલ્યા. ભલા માણહ, આખા ભારત દેશને તબાહ કરતા પાકિસ્તાની આતંકીને ચીનનો ટેકો સાંપડ્યો એ ઘટના મહાન (રાધર, ગંભીર) ગણાય કે એક ફૂટ ઓવર બ્રિજ તૂટે તે? ટીવી ન્યૂઝ ચેનલોએ તત્કાળ બીજા નંબરના સમાચારો પર પસંદગી ઉતારી. કારણ? ટીઆરપી!! આવા અવસરવાદી દેડકાંઓ ગમ્મે તેટલાં પેટ ફૂલાવે, કદી આખલા બની નહીં શકે એવું ચીન જેવી મહાસત્તાને સમજવું અઘરું ન પડે. ચીનને એ પણ ખબર છે કે ટીવી ડિબેટ્સમાં કે અખબારોની કોલમોમાં ચીન અને પાકિસ્તાન વિરુધ્ધ આગ ઓકનારા ભારતીયોની જેમ ભારતનો રાષ્ટ્રવાદ પણ અવસરવાદી છે. પાકિસ્તાની આતંકીને બચાવવા બદલ ચીન પર માછલાં ધોનારા ભારતમાં થોડા દિવસો પછી જ હોળી-ધૂળેટીના તહેવારોમાં ચીની કલર્સ અને પિચકારીઓની ધૂમ ખરીદી થવાની! આટલી પ્રસ્તાવના પછી આવીએ ગંભીર વાત પર...
વડાપ્રધાન મોદીએ જેમને ગુજરાત (અમદાવાદ)ના સાબરમતી કોરિડોરને ફિલ્મીસેટ્ેસમાં તબદીલ કરી સોનેરી ઝૂલે ઝૂલાવ્યા હતા તે ચીની રાષ્ટ્રપતિ શી જિંગપિંગે જાત બતાવી. ખંધાઈ અને દગોબાજીમાં જેને નોબેલ પ્રાઈઝ ટૂંકું પડે એવા ચીને 10 વર્ષમાં ચોથીવાર પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને વૈશ્ર્વિક આતંકી જાહેર થતા અટકાવ્યો. યૂનાઈટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલમાં ફ્રાન્સ, જાપાન અને અમેરિકા જેવા રાષ્ટ્રોએ પ્રસ્તાવ મૂક્યો હતો. વિશ્ર્વના 23 રાષ્ટ્રોએ તેને ટેકો આપ્યો હતો. પણ વીટો પાવર ધરાવતા ચીને સૌની બોલતી બંધી કરી દીધી. કેમ કે ખંધા ચીનનો પાકિસ્તાનમાં બેહદ સ્વાર્થ છે. ચીન નથી ઈચ્છતું કે મસૂદ અઝહર ચીનનો દુશ્મન બને. સો(100) હરામીની જરૂર પડે ત્યાં મસૂદ અઝહરનું વર્ષો પહેલાં તે તાલિબાનનાં સૌથી ક્રૂર આતંકી સંગઠન હરકત-ઉલ-અંસારનો હિસ્સો હતો. 1999માં 160 જેટલા યાત્રિકો સાથેના ભારતીય વિમાનનું અપહરણ થયું ત્યારે મસૂદ અઝહરને ભારતની જેલમાંથી છોડવો પડ્યો હતો. ભારતીય કેદથી છૂટેલા મસૂદ અઝહરનું ત્યારે પાકિસ્તાનમાં એવું સ્વાગત થયું હતું જેવું ભારતમાં હાલમાં પાકિસ્તાનના સકંજામાંથી છૂટેલા વાયૂદળના વિંગ કમાન્ડર કેપ્ટન અભિનંદનનું થયું હતું. 1999 પછી મસૂદ અઝહરે અફઘાનિસ્તાનનાં તાલિબાની રાક્ષસોની મદદથી જૈશ-એ-મોહમ્મદ નામનું સંગઠન સ્થાપ્યું અને રાજસ્થાની સરહદ નજીકનાં બહાલપુરમાં તેનું હેડકવાર્ટર શરૂ કર્યું. પાકિસ્તાની સેનાને તો ભાવતું’તું ને વૈદ્યે કીધા જેવું થયું હતું કેમ કે પાકિસ્તાની સેનાનો મકસદ આતંકીઓ વડે ભારતને સતત તબાહ કરતા રહેવું અને એ બહાને પોતાની અહેમિયત વધારતી રહેવીતે છે. પાકિસ્તાની સેના સામી છાતીએ લડીને મરવા તૈયાર નથી. સેના અધિકારી તરીકે મેળવેલી લખલૂંટ સંપતિ અને એશોઆરામવાળી જિંદગી તે કૂત્તે કી મોત ગવાઁના નહીં ચાહતે. એટલે ‘પારકા જતી કરવા’ આતંકીઓને બહેકાવતી રહે છે. ભૂતને પીપળા મળી રહે તેમ પાપી પાકિસ્તાનને ચીનનો સંગાથ મળી ગયો. ચીન વિસ્તારવાદી રાષ્ટ્ર છે. પાકિસ્તાનને અરબો-ખરબોનું કર્જ આપી ચીને પાકિસ્તાનને ગૂલામ બનાવી લીધું પછી મોટા પાયે મૂડી રોકાણ કર્યું. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર તેમાં મુખ્ય છે. પાકિસ્તાનમાં ચીનની 77 કંપનીઓ ધમધમે છે અને તેનું કુલ મૂડી રોકાણ 7 લાખ કરોડ રૂપિયાનું છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનાં કામમાં ચીનના 12000 ઈજનેરો રોકાયેલા છે. ચીન ભારતનાં કહેવાથી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા દે તો મસૂદ અઝહરનાં પાગિયા આતંકીઓ તત્કાળ અફઘાની તાલિબાનોનો સાથ લઇ ચીનના મૂડી રોકાણવાળા ક્ષેત્રમાં હાહાકાર મચાવી દે. ચીન આવી રીતે આફત વ્હોરી લેવા માગતું નથી. ભારત મરો, યૂએન મરો પણ ચીનનું તરભાણું ભરો એવી દાનત છે. આ સંજોગોમાં ભારતે પાકિસ્તાની આતંકીના ખાત્મા કરવા અમેરિકાએ લાદેનવાળી કરી હતી તેમ કરવાની ત્રેવડ દાખવવી પડશે. યૂએનમાં ઠરાવો પસાર કરાવવાનાં ફીફા ખાંડ્યે કશું નહીં વળે. છેલ્લા એક દસકામાં યૂનાઈટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલે વિશ્ર્વનાં 323થી વધુ સંગઠનોને ગ્લોબલ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન ઘોષિત કર્યા છે. તેમાંના 140થી વધુ તો એકલા પાકિસ્તાનનાં છે. છતાં આતંકમાં લેશમાત્ર ઘટાડો થયો? નહીં. ઊલ્ટાનો વધારો થયો. નીચના પેટના આતંકી નામ-સરનામા બદલાવી મૂળ ધંધો આગળ ધપાવ્યે જાય. આ તેની ફિદરત રહી છે. ચીન જેવાનાં રખોપા હોય પછી શી ખામી રહે? વાસ્તે ભારતે વિશ્ર્વ મંચ પર પ્રશ્ર્ન ઉઠાવવાની બેતૂકી પ્રક્રિયાને તડકે મૂકવી ઘટે અને સર્જિકલ સ્ટ્રાઈકના ટ્રેલર્સ પછી આખ્ખાં પિક્ચર દાખવવા જોઇએ. માત્ર કડક શબ્દોમાં આપત્તિ દાખવવાથી ભારતની ગણના મહાસત્તામાં થવાની નથી. ચીની પ્રોડક્સના બહિષ્કારની વાતો પણ નિરર્થક છે. વેપારનાં મામલે આપણે ચીન પર વધુ લાચાર છીએ. ચીન ભારતમાં 76 અબજ ડોલરના માલની નિકાસ કરે છે. ભારત તેનાથી અડધા (33 અબજ ડોલર)માં રમે છે. આપણે ફાર્મા, ફર્ટિલાઈઝર્સ, ટ્રાન્જિસ્ટર વગેરે બાબતે ચીન પર નિર્ભર છીએ. ભારત માત્ર કોટન, ખનીજ અને ઈંધણની જ નિકાસ કરે છે અને તે પણ માપમાં! એટલે તો ચીન ધાર્યું કરે-કરાવે છે. ભારતને ડરાવે છે. ભારત ચીનને તેની ભાષામાં જવાબ આપી શકે તેમ નથી. એ હકીકત સ્વીકારવી રહી પણ પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસી મસૂદ અઝહરનાં ફોદા કાઢી નાંખવા કઈ મોટી વાત છે? મસૂદ અઝહર ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થાય તે ભારતનાં ફાયદામાં ગણાય કે કબરમાં જતો રહે તે? ત્રાસવાદ ડામવામાં ભારતીય સેનાને ચૂંટણીની આચારસંહિતા થોડી નડે? મારો સાલે કૂ...