મુંબઈ FOB દુર્ઘટના: રેલવેએ નકારી બ્રિજની માલિકી

  • મુંબઈ FOB દુર્ઘટના: રેલવેએ નકારી બ્રિજની માલિકી


મુંબઈ : મુંબઇનાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફુટઓવર બ્રિજ તુટી પડ્યો છે. દુર્ઘટનામાં 34 લોકો ઘાયલ થયા છે અને 2 મહિલાઓ સહિત 3 લોકોનાં મોત નિપજ્યા છે. આ બ્રિજ સીએસએમટી રેલવે સ્ટેશનને જોડે છે. કાટમાળમાંથી 7-8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએસએમટી રેલવે સ્ટેશન જાણીતુ સ્ટેશન છે. આ બ્રિજ આઝાદ મેદાનને સીએસએમટી રેલવે સ્ટેશન સાથે જોડે છે.
ઘટનાને નજરે જોનારા લોકોનાં અનુસાર જ્યારે બ્રિજ ભાંગી પડ્યો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા. આ ઉપરાંત અનેક ગાડીઓ પણ બ્રિજ નીચે હતી. પ્લેટફોર્મ 1 બીટી લેન નજીક બ્રિજ તુટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુંબઇ પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 23 લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.
મુંબઇ પોલીસે લોકોને અપીલ કરી છે કે દુર્ઘટનાનાં સ્થળ પર ન જાઓ. મુંબઇ પોલીસે ટ્વીટ કર્યું કે, સીએસટીનાં પ્લેટફોર્મ નંબર 1 પર ઉત્તરી છેડાને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ નજીક બીટી લેન સાથે જોડનારા પગપાળા પુલ તુટી પડ્યો છે. ટ્રાફીકને અસર પડી છે.
યાત્રીઓ અન્ય માર્ગનો ઉપયોગ કરે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. બીજી તરફ રેલ મંત્રાલયે કહ્યું કે, આ બ્રિજ બીએમસીનો હતો. આ પીડિતોને સંપુર્ણ સહયોગ આપી રહ્યા છે. રેલવે ડોક્ટર્સ કર્મચારી બીએમસીની સાથે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું કે, મુંબઇમાં ફુટ ઓવરબ્રિજ તોડી પાડવાનાં સમાચાર સાંભળીને ખુબ જ પીડા થઇ છે. મે બીએમસી કમિશ્નર અને મુંબઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. તેમને રેલ મંત્રાલય સાથે તાલમેલ બેસાડીને ઝડપથી બચાવ અને રાહત કાર્ય કરવા માટેનાં નિર્દેશો આપ્યા છે.