હવે મોબાઇલથી ‘બુક’ કરાવો ટ્રેનની ટિકિટ

  • હવે મોબાઇલથી ‘બુક’  કરાવો ટ્રેનની ટિકિટ
  • હવે મોબાઇલથી ‘બુક’  કરાવો ટ્રેનની ટિકિટ

નવી દિલ્હી તા.15
લાંબી લાઇનમાં ઉભા રહીને ટ્રેનની ટિકિટ લેવામાંથી હવે મુક્તિ મળશે. ઘણી વખત એવું પણ થાય છે કે, રિઝર્વેશન મળતું નથી અને જનરલ ટિકિટમાં ટ્રેનયાત્રા કરવી પડે છે. આવી સ્થિતિ વચ્ચે જનરલ ટિકિટ લઇને યાત્રા કરવી પડે છે. સ્ટેશન પરની પ્લેટફોર્મ ટિકિટ લેવામાં પણ મુશ્કેલી પડે છે. રેલવેતંત્રએ આ માટે ખાસ પ્રકારની એપ્લિકેશન તૈયાર કરાવી છે. જે પરેશાનીમાંથી છૂટકારો આપશે.
રેલવીની યુટીએસ એપ્લિકેશનની મદદથી મોબાઇલમાંથી જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવી શકાશે. આ માટે આ પ્રોસેસ કરવાની રહેશે. ભારતીય રેલવેએ થોડા મહિના પહેલા જ અનરીઝર્વ્ડ મોબાઇ ટિકિટનીંગ ફેસેલીટીની શરૂઆત કરી છે. આ સેવાનો લાભ ઉઠાવવા માટે સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. યુટીએસ એપ્લિકેશનને સેન્ટ્રલ ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમે તૈયાર કરી છે. ઓરિજનલ એપ્લિકેશનમાંથી આ એપ્સ
ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ સેવાનો લાભ લઇ શકાશે. આ એપ્લિકેશન ફ્રી ડાઉનલોડ કરી શકાશે.
એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ મોબાઇલથી આ રીતે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાનો મોબાઇલ નંબર, નામ, બર્થ ડેટ અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ એક ઓટીપી આવશે. આ ઓટીપી ઓટોમેટીકલી ડિટેક્ટ થયા બાદ હોમ પેજ શરૂ થશે. હોમપેજ પર આવ્યા બાદ બુક ટિકિટ, કેન્સલ ટિકિટ, બુકિંગ હિસ્ટ્રી, આર વોલેટ, પ્રોફાઇલ, શો બુક ટિકિટ, હેલ્પ અને લોગ આઉટ જેવા ઓપ્શન મળી રહેશે. આ રીતે પ્રોસેસ કરીને આગળ વધી શકાશે. આટલું કર્યા બાદ નોર્મલ બુકિંગ, ક્વિક બુકિંગ, પ્લેટફોર્મ ટિકિટ, સિઝન ટિકિટ, ક્યુઆર બુકિંગ જેવા ઓપ્શન જોવા મળશે. ત્યાર બાદ બુકિંગ ઓપ્શન જોવા મળશે. અહીંથી પ્રિન્ટવાળી અને સોફ્ટકોપીની બંને ટિકિટ મળી રહેશે. આ સિવાય ફોનનું લોકેશન આ પ્રક્રિયા દરમિયાન ઓન રાખવાનું રહેશે. ત્યાર બાદ પેમેન્ટ કરવાનું રહેશે. નેટ બેંકિંગ પેટીએમના માધ્યમથી પેમેન્ટ કરી શકાશે.
----------------