ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોતMarch 15, 2019

  • ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોત
  • ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોત
  • ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોત
  • ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોત
  • ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોત
  • ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફાયરિંગ: 30 મોત

 કાળા વસ્ત્ર અને હેલ્મેટધારી બે હુમલાખોરનો આતંક: ઓટોમેટિક વેપનમાંથી 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું
 ન્યૂઝીલેન્ડનો ‘બ્લેક ડે’ ગણાવતા વડાપ્રધાન ઓર્ડન: વિસ્તાર કોર્ડન કરી લેવાયો: શાળાઓ, ઓફિસો બંધ   વેલિંગ્ટન તા.15
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં અજ્ઞાત હુમલાખોરોના ગોળીબારથી અફડાતફડી મચી ગઇ છે. હુમલામાં 30 લોકોના મોત અને કેટલાંય ઘાયલ થયાના સમાચાર છે. પહેલાં હુમલો અલ નૂર મસ્જિદમાં થયો. રિપોર્ટ્સના મતે હુમલાખોરો હજુ પણ ગોળીબાર કરી રહ્યા છે. કહેવાય છે કે ગોળીબારના સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં હતી, પરંતુ તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બે હુમલાખોરોએ અત્યાર સુધીમાં 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.
હાજર પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો હુમલાખોરોએ કાળા કપડાં પહેર્યા છે અને માથા પર હેલમેટ પહેરેલું છે. તેમની પાસે ઓટોમેટિક હથિયાર છે, આથી તેઓ ફાયરિંગ કરી રહ્યાં હતા. ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિંડા ઑર્ડર્ન એ આ દેશને સૌથી કાળો દિવસ ગણાવતા
કહ્યું છે કે મસ્જિદમાં કેટલીય જગ્યાએથી ફાયરિંગ થઇ રહ્યું છે. તેમણે લોકોન સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતાં કહ્યું કે હુમલાખોરો હજુ પણ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઇ જગ્યા જ નથી.
જે સમયે આ ઘટના બની ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં જ હતી. મસ્જિદમાં એક્ટિવ શુટિંગની માહિતી મળતા જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે મસ્જિદમાંથી નીકળી ગયા. તમામને પાર્કની બાજુવાળા રસ્તામાંથી પાછા ઓવલ મેદાનની તરફ લાવવામાં આવ્યા. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડની મુલાકાત પર છે. શનિવારના રોજ બંને વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રિસ્ટચર્ચમાં જ રમાવાની છે.
ત્યાં હાજર સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિદ નજીક ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો. પોલીસે લોકોને હાલ તે વિસ્તારમાં જવાની મનાઈ કરી દીધી છે. તે ઉપરાંત પોલીસે ક્રાઈસ્ટચર્ચને ચારેય બાજુથી ઘેરી પણ લીધું છે. ન્યૂઝીલેન્ડ પોલીસ અધિકારી માઈક બુશે જણાવ્યું કે, ગનમેને બે મસ્જિદો પર હુમલો કર્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તત્કાલ ન્યૂઝીલેન્ડ છોડીને પરત ફરવા માગતા બાંગ્લા ક્રિકેટરો
ગોળીબાર સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડની મુલાકાતે હતી. જોકે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને કોઈ નુકસાન થયું નથી. પરંતુ આ દુર્ઘટના પછી ટીમ ખૂબ જલદી ન્યૂઝીલેન્ડ છોડી દેવા માંગે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ક્રાઈસ્ટચર્ચમાં જ હતી અને આવતી કાલે ન્યૂઝીલેન્ડ સાથે તેમની ટેસ્ટ મેચ હતી. બાંગ્લાદેશના ખેલાડી નમાઝ માટે મસ્જિદ પણ પહોંચ્યા હતા અને તે દરમિયાન જ આ ગોળીબાર થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ ક્રિકેટરને ઈજા નથી થઈ અને દરેક ખેલાડી સુરક્ષીત છે. દરેક ખેલાડી સુરક્ષીત છે પરંતુ દરેક લોકો તાત્કાલિક બાંગ્લાદેશ પરત ફરવા  માંગે છે. પોલીસ કમિશ્નર માઈક બુશના જણાવ્યા પ્રમાણે ગોળીબારના કારણે ક્રાઈસ્ટચર્ચની દરેક સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઓફિસ, લાઈબ્રેરી અને કોમર્શિયલ બિલ્ડિંગો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માઈકે લોકોને અપીલ કરી છે કે લોકો રસ્તા પર ન ઉતરી આવે અને કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ પ્રવૃતિ વિશે તુરંત માહિતી આપે. ઘટનાના એક સાક્ષીએ જણાવ્યું કે, તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો, ચાર લોકો જમીન પર પડ્યા અને ચારેય બાજુ લોહી-લોહી હતું.