ગુજરાત હાઈકોર્ટમાં આજે ભગવાન બારડના ભાવિનો ફેંસલો

  • ગુજરાત હાઈકોર્ટમાં આજે ભગવાન બારડના ભાવિનો ફેંસલો

 સસ્પેન્શન મામલે રાજકીય પક્ષોમાં સર્જાયુ સસ્પેન્શ
રાજકોટ તા,15
ખનીજચોરી કેસમાં દોષિત ઠરેલા તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરી દેવાયા બાદ સરકારની કિન્નાખોરી સામે ભગવાન બારડે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેનો આજે હાઈકોર્ટ ચુકાદો આપનાર હોય રાજકીયપક્ષોમાં ભારે ઉતેજના સાથે સસ્પેન્શ સર્જાયુ છે.
તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણયને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે અને આજે શુક્રવારે ચુકાદો આપશે. ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષના સસ્પેન્શનના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી 8 સપ્તાહ સુધી કોઇ પગલા નહીં લેવાની કાયદાકીય જોગવાઇને પણ ધ્યાને લીધા સિવાય ચૂંટણીપંચે તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી હોવાની રજૂઆત કરી છે.
રાજ્ય સરકાર સ્પષ્ટતા કરી હતી કે, 2 વર્ષ કરતા વધારે સજા થઇ છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ નિર્ણય લીધો છે. 1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો
નોંધાયો હતો.