કચ્છમાં સ્વાઈન ફ્લૂથી વધુ બેના મોત : કુલ મૃતાંક 13 March 15, 2019

 રાજકોટમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ તા.15
રાજકોટ સહીત રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ પોતાનો કહેર હજુ યથાવત રાખ્યો છે ત્યારે કચ્છમાં સ્વાઈન ફ્લૂએ વધુ બે દર્દીનો શિકાર કરતા કુલ મૃતાંક 13 થવા પામ્યો છે જયારે રાજકોટમાં વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે
સ્વાઈન ફ્લૂએ હજુ પણ પોતાની ગતિ યથાવત રાખી હોય તેમ રાજ્યભરમાં ક્યાંક ને ક્યાંક કોઈ દર્દી મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે કચ્છમાં વધુ બે દર્દીઓ મોતને ભેટયા છે અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામના 40 વર્ષીય મહિલા અને માંડવી તાલુકાના ગઢશીશા ગામના 40 વર્ષીય પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બંનેનું મૃત્યુ નિપજતા ચાલુ વર્ષે કુલ મૃતાંક 13 થવા પામ્યો છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 167 પોઝિટિવ કેસો નોંધાયા હતા જયારે રાજકોટમાં વધુ 3 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં પડધરીના વૃદ્ધ, જગન્નાથ પ્લોટના વૃદ્ધ અને દ્વારકણાંના વૃદ્ધાનો સમાવેશ થાય છે.