JEE મેઈનની પરીક્ષા હવે 7મી એપ્રિલથી

  • JEE મેઈનની પરીક્ષા  હવે 7મી એપ્રિલથી

 લોકસભા ચૂંટણીના કારણે કાર્યક્રમમાં ફેરફાર, 20મી એપ્રિલે પરીક્ષા થશે પૂર્ણ
રાજકોટ : નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલ માસમાં લેવાનાર જેઈઈ-મેઈન પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. એપ્રિલમાં લેવાનાર બીજી જેઈઈના ઈન્ફોર્મેશન બુલેટિનમાં 7 થી 20 એપ્રિલ વચ્ચે પરીક્ષા લેવાશે તેવું જાહેર થયું હતું.
પરંતુ લોકસભા ચૂંટણીની તારીખ 11, 18, 23, 29 એપ્રિલ, 12 અને 19 મે આવે છે. તેના કારણે એજન્સી દ્વારા હવે પેપર-1 બીઈ-બીટેકની પરીક્ષા 8, 9, 10 અને 12 એપ્રિલે લેવાશે. જ્યારે બી.આર્ક-બી.પ્લાનિંગ પેપર-2ની પરીક્ષા 7મી એપ્રિલે લેવાશે. ચોક્કસ તારીખ વિદ્યાર્થીને તેના એડમિટ કાર્ડમાં જોવા મળશે.
એડમિટ કાર્ડ 20મી માર્ચના રોજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. જેઈઈની બીજી પરીક્ષા માટે મોટી સંખ્યામાં પ્રથમ વખત પરીક્ષા આપી હતી તેના વિદ્યાર્થીઓ
નોંધાયા છે.