નર્મદા ડેમની જળ સપાટીમાં 6 મીટરનો ઘટાડોMarch 15, 2019

  • નર્મદા ડેમની જળ સપાટીમાં 6 મીટરનો ઘટાડો

હવે ફકત પીવાના પાણીના વ્યવસ્થાપન પર ફોકસ : સપાટી ઘટીને 116.02
મીટરે પહોંચી
રાજકોટ તા,15
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની ઘટતી સપાટીને લઈને ગુજરાત સરકારની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે નર્મદા બંધમાં પાણી સંગ્રહ કરવા સરકાર હાલ તમામ પ્રયાસો કરી રહી છે અને મધ્ય પ્રદેશના બંધોમાંથી ઉનાળામાં પાણી છોડાય એ માટે દિલ્હી ખાતેની બેઠકમાં રજૂઆત કરી છે ત્યારે હવે પાણીનો સંગ્રહ ગુજરાત સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.
સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી હાલ 116.02 મીટર છે જેમાં લાઈવ સ્ટોરેજ માત્ર 650 એમસીએમ જેટલું છે ત્યારે ઉનાળો હજુ શરૂ થયો નથી ત્યાં જ આ દિવસમાં પીવાનું પાણી આપવું મુશ્કેલ બન્યું છે. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો બંધની સપાટી 122.64 મીટર હતી જે ઘટીને ફેબ્રુઆરીમાં 118.02 મીટર થઇ એટલે એક મહિનામાં 4 મીટર જેટલી ઘટી જયારે આજે 116.02 મીટર છે. એટલે વધુ 2 મીટર સપાટી ઘટી છે આમ ત્રણ મહિનામાં 6 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે.
સપાટી ઘટવાની ચાલુ રહેતા રાજ્ય સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
ખેડૂતોની માંગ છતાં પાણી હાલ ખેડૂતોને આપવામાં આવતું નથી હવે માત્ર ગુજરાતને પાણી પીવાનું મળે એના પર સરકાર હાલ ફોકસ કરી રહી છે. જેની સરખામણીમાં જો મધ્ય પ્રદેશના ડેમોની વાત કરીએ તો મધ્ય પ્રદેશના ડેમોમાં સપાટીમાં વધુ ફરક પડતો નથી તો નર્મદાનું પાણી જાય છે ક્યાં એ એક પ્રશ્ન વિચાર માંગી લે તેમ છે.