ચા વાળાથી વડાપ્રધાન સુધીની મોદી-ઝાંખી: વેબ સિરિઝમાંMarch 15, 2019

  • ચા વાળાથી વડાપ્રધાન સુધીની મોદી-ઝાંખી: વેબ સિરિઝમાં
  • ચા વાળાથી વડાપ્રધાન સુધીની મોદી-ઝાંખી: વેબ સિરિઝમાં

નવી દિલ્હી તા.15
વડાપ્રધાન મોદીના જીવન જાણવાની લોકોમાં ઘણી ઉત્સુકતા છે. એટલે જ બેન્ચમાર્ક પીકચર્સના પ્રોડકશનમાં ઇરોઝ નાઉ આવતા મહિને વડાપ્રધાન મોદીની બાયોપીકની સીરીઝ રીલીઝ કરવા જઇ રહ્યું છે. આ સીરીઝમાં તેમને એક સામાન્ય પરીવારમાં જન્મેલો છોકરો કેવી રીતે દેશના વડાપ્રધાન બનવા સુધીની મજલ કાપે છે તે જોવા મળશે, આ સીરીઝમાં તમને નરેન્દ્ર મોદીની ટીનેજ અને યુવાનીના વર્ષોની ઝલક જોવા મળશે. સાથે સાથે તે દેશના વડાપ્રધાન કેવી રીતે બન્યા તે જાણવા મળશે. 10 પાર્ટની આ સીરીઝ ઉમેશ શુકલા ડીરેકટ કરી રહ્યા છે. તેમાં વડાપ્રધાન મોદીના જીવનના જે પાસા વિશે કોઇ નથી જાણતું તેના વિશે દર્શકોને જોવા-જાણવા મળશે.
ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પરિવાર, મિત્રો, પાડોશીઓ, સ્કુલ શિક્ષકો તેમણે આત્મખોજ કેવી રીતે કરી તેની યાદો વાગોળતા જોવા મળશે. આ વાર્તા વાસ્તવિકતાથી નજીક રહે તે માટે ફિલ્મને ગુજરાત, કાશ્મીર, ઉતરાખંડ અને દિલ્હીના રીયલ લોકેશન્સ પર શુટ કરવામાં આવી છે. ફિલ્મમાં ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુર તેમના જીવનના વિવિધ તબક્કાઓને પરદા પર જીવંત કરશે. બાયોપીક મિહિર ભુટા અને રાધિકા આનંદ દ્વારા લખાઇ છે. એક એપિસોડ 40 મિનિટ જેવો હશે.
ઇરોઝ ગ્રુપના ચીફ ક્ધટેન્ટ ઓફીસર રિધિમા લુલ્લાએ જણાવ્યું, વડાપ્રધાન મોદીની જીવનયાત્રા પ્રેરણાદાયી છે અને તે આખી દુનિયાના લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. આપણે તેમને એક નેતા તરીકે જોયા છે પરંતુ તેમની પર્સનાલીટીના બીજા પાસા વિશે હજુ કોઇ નથી જાણતું. અમારો પ્રયત્ન આ દિશામાં છે. મને ખાતરી છે કે મારા જેવા કરોડો લોકો તેમના જીવન વિશે જાણવા માંગે છે. અમને ખરેખર આપણા અદ્દભૂત નેતાની સ્ટોરી તમારા સમક્ષ રજુ કરતા ગર્વ મહેસુસ થાય છે. ઉમેશ શુકલા જણાવે છે, હું મારી જાતને ધન્ય સમજું છે કે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટોરી ડીરેકટ કરવાનો અને લોકો સમક્ષ રજુ કરવાની તક મળી. રીયલ લોકેશન પર શુટીંગ કરવાનો, વડાપ્રધાનને તેમના પરીવારના માધ્યમથી જાણવાની અનુભવ અદ્દભૂત હતો. મને ખાતરી છે કે દર્શકો આ સ્ટોરીને એન્જોય કરશે અને તે તેમને છેક સુધી જકડી રાખશે. મોદીનું પ્રીમીયર એપ્રિલ 2019 માં ઇરોઝ નાઉ પર થશે.