ઇંગ્લેન્ડની ક્વીન ઓફ પોકરનું આકસ્મિત મોતMarch 15, 2019

  • ઇંગ્લેન્ડની ક્વીન ઓફ  પોકરનું આકસ્મિત મોત

ઈંગ્લેન્ડ તા,15
ક્વીન ઓફ પોકર તરીકે ઓળખાતી ઇંગ્લેન્ડની એમ્મા ફ્રાયર રોઝવડોવના કસીનોમાંથી હોટલે જઈ રહી હતી. તે દરમિયાન તેની કાર ક્રેશ થતા તે મોતને ભેટી હતી. 42 વર્ષીય એમ્માએ પોતાના પોકર કરિયરની હમણાંજ શરૂઆત કરી હતી. તે પહેલી વખત વર્લ્ડ સીરિઝ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી હતી.
એમ્માના ડ્રાઈવરને છેલ્લી ઘડીયે રોડ સાઈડની સાઈન દેખાઈ હતી. તેણે ગાડી ધીમી કરવાનો પ્રયત્ન
કર્યો પરંતુ ગાડી 180 ડિગ્રી પલ્ટીને ક્રેશ થઇ હતી. એમ્માને બ્રેન
ઇન્જરી થઇ હતી અને તે ઉપરાંત બીજા ઘણા ઓર્ગનને પણ ડેમેજ થયું હતું. 2 બાળકોની માતા એમ્માએ પ્રોફેશનલ પોકર પ્લેયર બનવા
બેટ-365ની જોબ છોડી હતી. તેને થોડા અઠવાડિયા પહેલા જ ખબર પડી હતી કે તેની દીકરી પ્રેગ્નેન્ટ છે અને ગ્રાન્ડમધર બનવાની હતી.