કપિલના શોમાં CRPF જવાન બન્યો રોમેન્ટિક

  • કપિલના શોમાં CRPF જવાન બન્યો રોમેન્ટિક

મુંબઇ તા.15
ધ કપિલ શર્મા શો સતત દર્શકોનું દિલ જીતી રહ્યું છે. શોની ટીઆરપી રેટીંગ પણ શરૂઆતથી જ સારું છે. કપિલ શર્માના શોના આગામી એપીસોડ સીઆરપીએફ જવાનો જોવા મળશે. આ એપિસોડમાં અક્ષયકુમાર સ્પેશિયલ ગેસ્ટ હશે.
ચેનલે આગામી એપિસોડનો પ્રોમો રીલીઝ કર્યો છે. જેમાં કપિલ શર્મા સીઆરપીએફના જવાનોને હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. શોમા સ્ટેજ પર એક જવાન પોતાની પત્ની માટે પલ-પલ દિલ કે પાસ ગીત ગાતા જોવા મળી રહ્યો છે. આ મોમેન્ટે દર્શકોને ઇમોશનલ કરી દીધા. કપિલ શર્મા દરેક સુરક્ષા જવાનોને દેશની રક્ષા કરવા માટે આભાર વ્યકત કર્યો. કપિલે કહ્યું કે તેમનો ઋણ કયારેય ન ચુકાવી શકાય. આ દરમિયાન અક્ષય કુમાર પણ જોવા મળશે. અક્ષયે લોકોને અપીલ કરી કે જ્યારે પણ કોઇ સુરક્ષા જવાન દેખાય તો તેને સલ્યુટ કરો.