VRV સિંહનો ક્રિકેટ સંન્યાસ

  • VRV સિંહનો ક્રિકેટ સંન્યાસ

મુંબઈ તા,15
ભારતીય ટીમ આગામી વર્લ્ડ કપ માટે મહેનત કરી રહી છે. આ દરમિયાન ઑસ્ટ્રલિયા સામેની સીરીઝમાં ભારતનો 2-3થી પરાજય થયો. હવે ભારતીય ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.
ભારતીય ટીમનાં ઝડપી બોલર વીઆરવી સિંહે આખરે ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સિંહનું કેરિયર ઇજાઓથી ભરાયેલું રહ્યું. તેણે ઇંગ્લેન્ડ સામે 2006માં પોતાની વન ડે કેરિયરની શરૂઆત કરી હતી. વીઆરવી સિંહ ટીમ ઇન્ડિયા માટે 2 વન ડે રમી ચુક્યા છે. તેમણે બંને વન ડે ઇંગ્લેન્ડ સામે જમશેદપુર અને ઇન્દોરમાં
રમી હતી.
2006માં જ વીઆરવી સિંહે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. તેમણે વેસ્ટઇન્ડીઝ સામે સેંટ જોંસમાં પહેલી ટેસ્ટ રમી. આ ઝડપી બોલરે ટેસ્ટ ક્રિકેટમાં 4 મેચ બીજી પણ રમી. 2007માં બાંગ્લાદેશ સામે તેણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી. વીઆરવી સિંહનું કેરિયર ઇજાઓ અને ખરાબ ફોર્મથી પ્રભાવિત રહ્યું.