વિશ્ર્વભરના ચર્ચાસ્પદ 100 ખેલાડીમાં ભારતના માત્ર 9March 15, 2019

  • વિશ્ર્વભરના ચર્ચાસ્પદ 100  ખેલાડીમાં ભારતના માત્ર 9

નવી દિલ્હી તા.15
દુનિયાના 100 સૌથી ચર્ચિત ખેલાડી ’વર્લ્ડ ફેમ-100’ની યાદી ઇએસપીએને જાહેર કરી છે. જેમાં ભારતના 9 ખેલાડીનો સમાવેશ થયો છે. જેમાં સાનિયા મીર્ઝા એક માત્ર ભારતીય ખેલાડી છે, જે ક્રિકેટ સિવાયની રમત સાથે સંકળાયેલી છે. દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડો પહેલાં ક્રમે છે. બીજા નંબરે અમેરિકાનો બાસ્કેટબોલ ખેલાડી લેબ્રન જેમ્સ અને ત્રીજા ક્રમે આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનલ મેસ્સી છે.
આ યાદીમાં ખેલાડીઓની પોજીશન નક્કી કરવા માટે ત્રણ માપદંડો રાખવામાં આવ્યા છે. પહેલું - ખેલાડીને ગુગલ પર કેટલો સર્ચ કરાયો છે. બીજો માપદંડ - બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી ખેલાડીની કમાણી. ત્રીજું - ખેલાડીની સોશિયલ મીડિયા ફોલોઇન્ગ.લિસ્ટમાં બ્રાઝિલીયન ફૂટબોલ સ્ટાર નેમાર ચોથા ક્રમે અને આયરલેન્ડનો ફાઇટર કોનોર મેંગ્રિગોર પાંચમાં ક્રમે છે.
ટોપ-100 ખેલાડીઓમાં માત્ર 9 જ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોહલી સાતમાં ક્રમ સાથે ભારતીયોમાં ટોપ પર છે. આ પછી ધોની 13માં ક્રમે, યુવરાજ સિંહ 18માં, રૈના 22માં અને અશ્વિન 42માં ક્રમે છે. આ સિવાય લિસ્ટમાં રોહિત, હરભજન, ધવન અને સાનિયા મિર્ઝાનું નામ છે.