શમી વિરુધ્ધનું ઘરેલુ વાવાઝોડું શમતું જ નથીMarch 15, 2019

કોલકતા તા.15
કોલકતા પોલીસની વિમેન્સ ગ્રિવન્સ સેલે ભારતના પેસ બોલર મોહંમદ શમી વિરુદ્ધ કથિત દહેજ તથા શારીરિક સતામણી સંબંધમાં આરોપનામું નોંધાવ્યું છે.
ઇન્ડિયન પીનલ કોડની કલમ 498-એ (મહિલાના પતિ અથવા પતિના સંબંધી દ્વારા મહિલા પર અત્યાચાર) તથા 354-એ (મહિલાની મારપીટ અથવા તેની વિરુદ્ધ બળજબરી) હેઠળ શમી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
શમીની પત્ની હસીન જહાં થોડા મહિનાઓથી તેનાથી અલગ રહે છે અને હસીને શમી વિરુદ્ધ કરેલી ફરિયાદોને આધારે શમી સામે આરોપનામું નોંધાયું છે. એફઆઇઆરમાં શમીના ભાઈ હસીબ અહમદનું નામ પણ છે હોવાનું એક જાણીતી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું.
જોકે, શમી વિરુદ્ધ હાલમાં પોલીસ દ્વારા કલમ 307 (હત્યાનો પ્રયાસ) તથા કલમ 376 (બળાત્કાર બદલ સજા) સહિતની વિવિધ કલમ હેઠળના ગંભીર આક્ષેપો પડતાં મૂકવામાં આવ્યા છે. હસીને ગયા વર્ષે શમી વિરુદ્ધ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે તે મેચ-ફિક્સિગંમાં સંડોવાયેલો છે જેને પગલે ક્રિકેટ બોર્ડે શમીને વાર્ષિક કોન્ટ્રેક્ટમાંથી પડતો મૂક્યો હતો. જોકે, પછીથી ક્રિકેટ બોર્ડની પેનલે આંતરિક તપાસને પગલે શમીને ક્લીન-ચિટ આપીને તેને કોન્ટ્રેકટની સ્કીમમાં સમાવ્યો હતો.