શેરબજાર સવારે સારી શરૂઆતમાં ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ફ્લેટ સ્થિતિMarch 14, 2019

  • શેરબજાર સવારે સારી શરૂઆતમાં ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ફ્લેટ સ્થિતિ

રાજકોટ, તા.14
આજના કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 116.47 પોઈન્ટના વધારા સાથે 37868.64ના સ્તરે ખુલ્યો હતો તો નિફ્ટીમાં 26.30 પોઈન્ટની તેજી જોવા મળી હતી. ગ્લોબલ સંકેતો આજે પોઝિટિવ દેખાતા માર્કેટ પર સારી અસર જોવા મળી રહી હતી. એશિયામાં આજે મજબુતાઈ જોવા મળી હતી. એસજીએક્સ નિફ્ટીમાં સુસ્ત કારોબાર રહ્યો હતો.
ગઈ કાલના કારોબારમાં અમેરિકી બજાર 4 મહીનાની ઉંચાઈ પર બંધ રહ્યુ હતુ. ડાઓ ગઈ કાલે 150 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 2019ના નવી ઉંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. નેસ્ડેક પણ કાલે લીલા નીશાન પર બંધ થવામાં કામયાબ રહ્યો હતો. ટેક શેરોમાં તેજી અને સારા આર્થિક આંકડાઓના કારણે કારાબારમાં તેજી જોવા મળી હતી.
જાન્યુઆરીમાં ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ બાજુ ક્રૂડની કિંમતોમાં આખા વર્ષની ઉંચાઈ પર રહ્યો હતો.
બ્રેંટ ક્રૂડ 67 ડોલર પ્રતિ બેરલ પાર ચાલી રહ્યો હતો. આ વચ્ચે ટ્રંપે કહ્યુ કે ચીનની સાથે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. તેઓ જલ્દીથી શિ જીનપીંગ સાથે મુલાકાત કરશે.
આ તમામ ગ્લોબલ સંકેતોના કારણે સેંન્સેક્સ અને નિપ્ફીની ચાલમાં તેજી જોવા મળી રહી હતી. દિગ્ગજ શેરોની વાત કરીએતો સ્મોલકેપ અને મિડકેપમાં ખરીદારી જોવા મળી રહી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં 0.36 ટકાના વધારા સાથે 15182ના સ્તર પર નજર આવી રહ્યો હતો તો સ્મોલકેપ ઇંડેક્સમાં 0.30 ટકાના વધારા સાથે 14920ના સ્તર પર કારોબાર કરી
રહ્યો હતો.
તેલ અને ગેસ શેરોમાં આજે હલ્કી ખરીદી જોવા મળી રહી હતી. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.11 ટકાનો વધારો નોંધાયો હતો. હાલ બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સમાં 124.63 પોઈન્ટ એટલેકે 0.33 ટકાની મજબુતી સાથે 37876ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટીમાં 32.85 પોઈન્ટ એટલેકે 0.29 ટકાના વધારા સાથે 11375ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો.
બપોરે 3.15 વાગ્યે સેન્સેક્સ 14 અંક નીચેમાં 37737 તેમજ નિફ્ટી 1 પોઈન્ટ નીચેમાં 11,341ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.