લાઠીના પૂર્વ ધારાસભ્ય ધોરાજિયા ભાજપમાં જોડાયાMarch 14, 2019

  • લાઠીના પૂર્વ ધારાસભ્ય ધોરાજિયા ભાજપમાં જોડાયા

અમરેલી તા. 14
લીલીયા તાલુકાના હાથીગઢ ગામના વતની અને હાલ સુરત વ્યવસાય કરતા પૂર્વધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પકડી લઇ પોતાના ઘર વાપસી કરતા કોંગ્રેસ પક્ષના વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે.
જયારે સને 2012ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતા ભાજપે ટીકીટ આપી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ સને 2012 ની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુભાઇ ઉંધાડ સામે હનુભાઇનો પરાજય થવા પામ્યો હતો.
બાદમાં હનુભાઇ ધોરાજીયા સને 2013માં ભાજપને અબળકા કરી કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચુંટાયેલા ધારાસભ્ય બાવકુભાઇએ રાજીનામુ ધરી દેતા આ બેઠક ખાલી પડતા સને 2014માં લોકસભાની ચૂંટણી સામે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઇ ધોરાજીયાએ કોંગ્રેસના નિશાન સાથે ધારાસભાની ચૂંટણીમા ઝંપલાવ્યું હતું. પરંતું ત્યારે ભાજપના બાવકુભાઇ સામે હનુભાઇ ધોરાજીયા વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો.
ભાજપ પક્ષમાંથી કોંગ્રેસમાં આવતા રાજકીય આગેવાનો કોંગ્રેસના કલચરમાં ભડી શકતા નથી તેમ છતાં પણ આ હનુભાઇ ધોરાજીયાને સને 2017ની ધારાસભાની કોંગ્રેસે ટીવિટ નહી આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતા હતાં.
ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મુળ ભાજપના જ પુર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા કોંગ્રેસમાં આંટો મારી ફરીથી ભાજપમાં આવતા આ પુર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા ની ઘરવાપસી થયાનું જાણવા મળી રહ્યું છે. આમ અમરેલી જિલ્લાના મોટા રાજકીય આગેવાન અને પુર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા ભાજપમાં ભળી જતાં કોંગ્રેસના કાંગરા ખેરવવા ભાજપને સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે અમદાવાદ ખાતે પુર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા ભાજપમાં ભળી ગયા હતા.