પૂર્વ વડાપ્રધાન દેવગૌડા, પુત્ર અને પૌત્ર ભરીસભામાં રડ્યાMarch 14, 2019

નવી દિલ્હી તા.14
પરિવારવાદનો આરોપ મૂકાતા જ પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા રડવા લાગ્યા. તેની સાથે જ તેમનો મોટો દીકરો એચ.ડી.રેવન્ના અને પૌત્ર રેવન્ના પણ રડવા લાગ્યો. આપને જણાવી દઇએ કે દેવગૌડાના મોટા પૌત્ર નિખિલ કુમારસ્વામીને માંડ્યા અને પ્રજ્વલ રેવાનાને હાસન સીટ પરથી લોકસભાની ટિકિટ આપી છે. ત્યારબાદ દેવગૌડા પર પરિવારવાદનો આરોપ મૂક્યો છે. હાસનમાં એક રેલીને સંબોધિત કરતાં દેવગૌડા એ કહ્યું કે ચન્નકેશવ ભગવાન અને તમારા આશીર્વાદથી મેં હાસનને પ્રજ્વલ રેવન્નાને મેદાનમાં ઉતાર્યો છે.
ભાવુક થઇને દેવગૌડા એ કહ્યું કે મેં તમામને પ્રાથમિકતા આપી છે. અમે સાકલેશપુરમાં લિંગાયત નેતાને એમએલસી બનાવ્યા. પરંતુ આરોપ છે કે હું માત્ર મારા મોટા દીકરા અને પૌત્રને જ સીટો આપું છું. હું ત્યાં સુધી કામ કરીશ જ્યાં સુધી મારા શરીરમાં તાકાત છે. હું મારો સમય બર્બાદ કરતો નથી. આપને જણાવી દઇએ કે દેવગૌડાના મોટા દીકરા અને કર્ણાટક સરકારમાં લોક નિર્માણ મંત્રી એચ.ડી.રેવન્નાના દીકરા છે. તેઓ હાસન સીટ પરથી કોંગ્રેસ-જેડીએસના ઉમેદવાર છે.
દેવગૌડાની આંખોમાંથી આંસૂ નીકળતા ત્યાં હાજર જેડીએસ સમર્થકો એ તેમને શાંત થવાનો અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં પ્રજ્વલ અને તેમના પિતા રેવન્ના પણ ભાવુક થઇ ગયા. પ્રજ્વલ એ સમયે રડી પડ્યા, જ્યારે દેવગૌડા એ તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને રેવન્ના ત્યારે રડ્યા જ્યારે ધારાસભ્ય બાલાકૃષ્ણ આ વખતે હાસન સીટ પરથી દેવગૌડાની ચૂંટણી નહીં લડવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે માંડ્યામાં તેમના પૌત્ર નિખિલની ઉમેદવારીને લઇ ઉભા થયેલા વિવાદથી તેઓ દુ:ખી છે. તેમણે કહ્યું કે માંડ્યાથી નિખિલને ઉમેદવાર બનાવાનો નિર્ણય જેડીએસ નેતાઓએ કર્યો હતો. મેં જાહેરાત કરી નહોતી. મને ખૂબ જ દુ:ખ થયું છે કે તેઓ કહી રહ્યાં છે કે નિખિલ પાછા જાઓ. તેમણે કહ્યું કે હું માંડ્યા જઇશ. તેમના નપાછા જાઓથના નારા લાગવા દોમેં છેલ્લાં 60 વર્ષથી કોના માટે લડાઇ લડી છે. હું માંડ્યાના લોકોની સામે બધી વાત મૂકીશ.
દેવગૌડા પરિવારના આ ભાવુક સમયને લઇ ભાજપે નિશાન સાધ્યું. ભાજપે કહ્યું કે 2019ની ચૂંટણીઓ માટે પહેલાં ડ્રામા શરૂ. જો નરડવીથ એક કળા છે તો એચડી દેવગૌડા અને તેમના પરિવાર દાયકાથી સતત લોકોને બેવકૂફ બનાવા માટે નરડવાની કળાથનો ઉપયોગ કરવામાં માહેર છે. તથ્ય એ છે કે ચૂંટણી પહેલાં દેવગૌડા અને તેમનો પરિવાર રડે છે અને ચૂંટણી બાદ તેમના પરિવારને વોટ આપનારા રડે છે.