હમે ગુસ્સા નહીં આતા, ઉન્હે પ્યાર નહીં આતા: રાહુલMarch 14, 2019

ચેન્નાઈ તા,14
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અત્રે કોલેજની વિદ્યાર્થિનીને સંબોધતાં કહ્યું હતું કે સંસદમાં વડા પ્રધાન મોદીને ગળે લાગ્યા તે વાસ્તવિક સદભાવ સ્નેહ હતો, પરંતુ મોદીને ગુસ્સો આવ્યો હતો. વિદ્યાર્થિનીએ આ બાબતમાં પ્રશ્ર્ન કર્યો ત્યારે રાહુલે કહ્યું હતું કે સંસદમાં મોદી ઘણા ગુસ્સામાં દેખાતા હતા. તેથી તેઓ પ્રેમથી તેમને ભેટવા ગયા હતા. વડા પ્રધાન માટે મને કોઈ તિરસ્કાર નથી, પરંતુ ખરેખર પ્રેમ છે. તેમના જવાબ બાદ બધા હસી પડ્યા હતા. મોદી પાસે જ હું શીખ્યો છું કે તેઓ મારા પર હુમલો કરે, ગુસ્સે થાય ત્યારે ગુસ્સામાં જવાબ આપવો નહીં. હું મોદીને તિરસ્કાર કરતો નથી. જનતા જ તમારા શિક્ષક છે. બંને બાજુ તિરસ્કાર હશે તો કંઈ મેળવશો નહીં.