પોલિયોના ટીપાંથી બાળકનું મોત!March 14, 2019

  • પોલિયોના ટીપાંથી બાળકનું મોત!


બાંદા (ઉ.પ્ર.) તા. 14
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક 9 મહિનાની બાળકીની કથિત રીતે પોલિયોના ટીપા પીધા પછી મૃત્યુ થયું છે. બાંદાના ડીએમ એચ લાલે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાં છે. આ પહેલો કેસ છે કે જ્યારે પોલિયાંના ટીપા પીવાથી કોઈ બાળકનું મૃત્યુ થયું છે. ડીએમ એચ લાલ દ્વારા કેસની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તપાસમાં જે પણ દોષિત હશે તેની સામે યોગ્ય પગલાં લેવાશે.