એક દી’ એપ્રિલ ફૂલ, પાંચ વર્ષ કમળનું ફૂલ ! સિધ્ધુMarch 14, 2019

 નવજોતની ફરી તોફાની ફટકાબાજી : ન કાળું ધન આવ્યું, ન ગંગા સાફ થઈ, તો મોદી સરકાર શા કામની ! ?
અમૃતસર તા,14
કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પોતાના ટ્વિટ માટે જાણીતા છે. એકવાર ફરી તેમણે બીજેપી સરકાર પર સોશિયલ મીડિયાના માધ્યમથી નિશાનો સાધ્યો છે. બીજેપી સાથે બગાવત બાદ કોંગ્રેસમાં સામેલ થનારા નવજોત સિંહ સિદ્ધુ સતત કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રહારો કરતા રહે છે. જેને કારણે ઘણીવાર બીજેપી સમર્થક તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરે છે. નવજોત સિંહ સિદ્ધુએ સંપત સરલના એક વીડિયો સાથે ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે - કોઈ ગોટાળેબાજ જેલ ગયો નહીં, કોઈની પાસે કાળું ધન ના મળ્યું, ગંગા સફાઈ થઈ નહીં, સરહદ પર શહાદતો ઘટી નહીં તો આ મોદી સરકાર માત્ર મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે બનાવવામાં આવી હતી??? એક દિવસ મૂરખ બનાવવા માટે એપ્રિલ ફુલ અને પાંચ વર્ષ મૂરખ બનાવવા માટે કમળનું ફુલ!
ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં બીજેપી સાંસદ દ્વારા પોતાની પાર્ટીના એક ધારાસભ્યને જૂતાથી મારવાની ઘટના પર આ અગાઉ કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટર પર પીએમ મોદી પર વ્યંગ કર્યો હતો. તેમણે સાંસદ-ધારાસભ્યની વચ્ચે મારપીટ અને પીએમ મોદીનો એક વીડિયો પોસ્ટ કરીને લખ્યુ હતુ, મોદીજીકી વિનમ્રતા અને વિવેકની પરિભાષા, શું આ જ છે દેશની આશા? લોકતંત્ર પહેલા જ ટ્રોલતંત્ર, ડંડાતંત્ર અને ભયતંત્ર બની ગયુ, સાંસદ મહોદયે હવે જૂતા તંત્ર બનાવી દીધુ. બડ઼ે મિયાં તો બડ઼ે મિયાં, છોટે મિયાં સુભાન-અલ્લાહ.