આતંકી મસૂદના ‘આકા’ ચીન પર US ખફાMarch 14, 2019

  • આતંકી મસૂદના ‘આકા’ ચીન પર US ખફા
  • આતંકી મસૂદના ‘આકા’ ચીન પર US ખફા
  • આતંકી મસૂદના ‘આકા’ ચીન પર US ખફા

વોશિંગ્ટન તા.14
પાડોશી દેશ ચીન એક વખત ફરીથી આતંકી મૌલાના મસૂદ અઝહરની સાથે થઇ ગયા છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી ભારતની કોશિષોને નિષ્ફળ કરી દીધી. ત્યારબાદ ભારતે આકરી આપત્તિ વ્યક્ત કરી છે. ભારતની સાથે અમેરિકા પણ આવી ગયું છે. અમેરિકાની તરફથી યુએનએસસીમાં મોટું નિવેદન આપ્યું કે જો ચીન સતત આ રીતની અડચણ બનાવતું રહેશે તો જવાબદાર દેશોને બીજા પગલાં ઉઠાવા પડશે.
અમેરિકાની તરફથી રજૂ કરવામાં આવેલી નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાન ચીનની મદદથી કેટલીય વખત જૈશ-એ-મોહમ્મદના સરગના
મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવતું રહ્યું છે. આ ચોથી વખત છે જ્યારે ચીને આ રીતે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવ્યો છે.
આકરી ભાષાનો ઉપયોગ કરતાં અમેરિકાએ કહ્યું કે જો આ રીતે ચીન મસૂદ અઝબરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી બચતું રહ્યું તો સુરક્ષા પરિષદના અન્ય દેશોને આકરું વલણ અપનાવું પડશે. પરંતુ સ્થિતિ ત્યાં સુધી આવવી જોઇએ નહીં.
ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલાના ગુનેગાર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે ભારતની કોશિષોને દુનિયાના કેટલાંય મોટા દેશોનો સાથ મળ્યો. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના સભ્ય અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ ફરી એકવખત ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને તેના પર પ્રતિબંધ રોકી દીધો છે.
ચીનની આ હરકત બાદ વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું. ભારતની તરફથી કહેવામાં આવ્યું છે કે ચીનના આ મૂવથી અમે ખૂબ જ નિરાશ છીએ, પરંતુ જે સભ્ય દેશો ભારતના સમર્થનમાં પ્રસ્તાવ આપ્યો અને તેનો સાથ આપ્યો અમે તેમનો આભાર માનીએ છીએ.
આપને જણાવી દઇએ કે ચીન દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થતા રોકતા સોશિયલ મીડિયા પર ખૂબ ગુસ્સો છે. ભારતમાં લોકો ઇજ્ઞુભજ્ઞિિંંઈવશક્ષફ ટ્રેન્ડ કરી રહ્યા છે અને ચીનના સામાનનો વિરોધ કરી રહ્યાં છે. મસૂદ મામલે ઊલટા ચીન ડાંટે ભારત કો
નવી દિલ્હી: ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે વડા પ્રધાન મોદીની ઘનિષ્ઠતા વધારવાના પ્રયાસ કામ લાગ્યા નથી. ચીનના પ્રમુખને અહીં આમંત્રણ આપ્યું. મોદી પોતે ચીન ગયા. આટલા પ્રયાસ છતાં ચીન પાકિસ્તાનસ્થિત આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્ર્વિક આતંકી જાહેર કરવા અવરોધ ઊભા કરે છે. મસૂદ અઝહર વિશે ચીન ભારત પાસે પુરાવા માગે છે. મસૂદને બચાવવા ચીન તમામ પ્રયાસ કરે છે. ચીનના જણાવ્યા પ્રમાણે તમામ પક્ષ/દેશને અનુકૂળ હોય એવું સમાધાન થવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાડવા ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ 27 ફેબ્રુઆરીએ પ્રસ્તાવ  દાખલ કર્યો હતો. 13 માર્ચે નિર્ણય લેવાય તે પૂર્વે ચીને મસૂદને વૈશ્ર્વિક આતંકી તરીકે જાહેર કરીને રોકવા ફરીથી પેંતરા શરૂ કર્યા છે. 2017માં પણ ચીને વિટો પાવર વાપરીને મસૂદને બચાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લુ કાંગે જણાવ્યું હતું કે, ચીન જવાબદારીપૂર્વક વલણ ચાલુ રાખશે. આ વખતે પણ ચીન અવરોધ નાખે એવી શકયતા છે. ભારત તરફથી મહત્ત્વના દસ્તાવેજ સુપરત કરાયેલા છે. હવે ચીન વધુ પુરાવા માગે છે.