અમરેલી જિલ્લાના 10માંથી 6 ડેમ તળિયાઝાટકMarch 14, 2019

  • અમરેલી જિલ્લાના 10માંથી 6 ડેમ તળિયાઝાટક
  • અમરેલી જિલ્લાના 10માંથી 6 ડેમ તળિયાઝાટક
  • અમરેલી જિલ્લાના 10માંથી 6 ડેમ તળિયાઝાટક

અમરેલી તા,14
અમરેલી જિલ્લામાં પીવાના પાણી માટે આ વખતે તંગી સર્જાઈ તેવી સ્થિતિ અમરેલી જિલ્લાના જળાશયોની જોવા મળી રહી છે અમરેલી જિલ્લાના 10 જળાશયો માંથી 6 જળાશયોમાં પાણી છે ત્રણ ડેમો માં તળિયા દેખાયા છે તો અમરેલી શહેર માટે એક માસ બાદ પીવાના પાણીની વધુ પારાયણ સર્જવાના એંઘાણો અત્યારથી જ દેખાઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં 10 જળાશયો આવ્યા છે જેમાં ધારીનો ખોડિયાર ડેમ અમે રાજુલાના ઘાતરવડી 1 ને ઘાતરવડી 2 ડેમ સિવાય એકાદ માસ ચાલે તેટલુજ પાણી ડેમમાં ઉપલબ્ધ છે ત્યારે અમરેલી શહેરની દોઢેક લાખની જનતા માટે આશીર્વાદ રૂપ ગણાતો ઠેબી ડેમમાં પણ હવે તળિયું દેખાઈ રહ્યું છે અને પાલિકા દ્વારા પીવાનું પાણી જે અત્યાર સુધી નર્મદા અને ઠેબી ડેમ પર હતું તે હવે ફક્ત ને ફક્ત નર્મદાના નીર પર નિર્ભર થયું છે અને અમરેલી માં હાલ ચાર દિવસે પીવાના પાણીનું વિતરણ અમરેલી પાલિકા કરી રહી છે ત્યારે નર્મદાના 16 એમ.એલ.ડી.પાણી ની જરૂરિયાત સામે તંત્ર 8 એમ.એલ.ડી.પાણી આપતી હોવાનું પાલિકા પ્રમુખ જયંતિ રાણવા જણાવી રહ્યા છે. અમરેલી શહેરની પાલિકા ચાર પાંચ દિવસે પીવાનું પાણી વિતરણ કરે છે ઠેબી ડેમમાં તળિયું દેખાતા પીવાનું પાણી ઉપાડવાનું પાલિકાએ બંધ કર્યું છે તો ધારીના ખોડિયાર ડેમ માંથી પીવાનું પાણી મેળવવાની કાર્યવાહી માં હજુ બે માસ જેવો સમયગાળો વીતી જશે પણ નર્મદાનું 16 એમ.એલ.ડી.પાણી મળે તો અમરેલીના શહેરીજનોને આગામી ઉનાળામાં પીવાના પાણીની પારાયણ ન સર્જાય પણ અમરેલી જળ સિંચાઈ વિભાગમાં અમરેલી જિલ્લાના જે દસ જળાશયોની સ્થિતિ પણ તળિયા ઝાટક છે. આમ અમરેલી જિલ્લામાં દસ જળાશયો માંથી 6 જળાશયો માં જથ્થો છે ખોડિયાર અને ઘાતરવડી ડેમ સિવાય બાકી ડેમોના પાણી ડેમના મીટર લેવલે છે જ્યારે અમરેલીના ઠેબી ડેમમાં હજુ પણ એક મહિનો ચાલે તેટલું પાણી હોવાની જળસિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જણાવી રહ્યા છે. જળાશયોની સ્થિતિ
ઠેબી ડેમ 26.835 MCFT
ઘાતરવડી 1 ડેમ 305.047 MCFT
ઘાતરવડી 2 ડેમ 58.269 MCFT
ખોડિયાર ડેમ 241.37  MCFT
મુંજયાસર ડેમ 0.812  MCFT
વડિયા સિંચાઈ ડેમ 0.557  MCFT
શેલ દેદુમલ ડેમ 35.104  MCFT
રાયડી ડેમ 58.976  MCFT
વડી ડેમ નીલ (તળીયા જાટક)
સૂરજ વડી ડેમ (તળીયા જાટક)