રેલવે યાત્રિ કૃપયા ધ્યાન દેMarch 14, 2019

મુંબઇ આઈઆરસીટીસી મુસાફરો માટે નોર્વેજિયન ગેટવેની સફરની ઓફર લઇને આવ્યું છે. આ મુસાફરી તમે ક્રૂઝ દ્વારા કરીશ કશો. આ ઈન્ટરનેશનલ ટૂર પેકેજનું નામ છે. નોર્વેજિયન ગેટવે ક્રૂઝ. 13 દિવસ સુધી ચાલનારી આ ટૂરમાં 10 દિવસમાં તમે સમુદ્ર દ્વારા દુનિયાના સુંદર નજારા માણી શકશો. ત્યારબાદ અમીરાત હોટલમાં રોકાણ બાદ પરત આવવા માટે મુસાફરી શરૂ થશે. આ ટૂર 24 જૂન 2019થી શરૂ થશે અને 6 જુલાઈ 2019ના રોજ અમીરાતમાં પુરી થશે. અમીરાતથી પરત આવવા માટે એર ટિકિટની વ્યવસ્થા છે. આ ટૂર માટે 1 માર્ચથી 22 માર્ચ સુધીમાં બુકિંગ કરાવશો તો સ્પેશિયલ ઓફર અંતર્ગત છૂટ આપવામાં આવી રહી છે. જો તમે 22 માર્ચ પહેલા બુકિંગ કરાવશો તો નવી દિલ્હીમાં હોટલમાં એક રાત મફતમાં રહેવાની તક મળશે સાથે જ 200 રૂપિયાનું વાઉચર પણ મળશે. 12 રાત અને 13 દિવસના પેકેજ સાથે ડેનમાર્ક માટે વીમો અને વીઝાની રકમ ચૂકવવાની રહેશે. જો તમે આ જ રૂટ પર ઓછા દિવસની ટૂર કરવા માગો છો તો આઈઆરસીટીસી 8 રાત અને 10 દિવસનું ટૂર પેકેજ પણ  આપી રહ્યું છે. આ ટૂર માટે તમારે સભ્યોની સંખ્યા મુજબ ક્રૂઝ કેબિન બુક કરાવવાની રહેશે. જો તમે એકલા જ ટૂર પર જવા માગો છો તો તમારે 5,80,360 રૂપિયા ચુકવવા પડશે. બે લોકોનો ખર્ચ 3,54,974 રૂપિયા છે. બાળકોને સાથે લઇને જવા માગો છો તો અલગથી ચાર્જ છે.