હોલિવૂડનો વિખ્યાત પોપ સિંગર બીબર ડિપ્રેશનમાંMarch 14, 2019

  • હોલિવૂડનો વિખ્યાત પોપ સિંગર બીબર ડિપ્રેશનમાં

લોસ એન્જલસ તા.14
હોલીવુડના મશહુર સિંગર જસ્ટિન બીબર ચર્ચાઓમાં છવાયેલા રહેતા જ હોય છે. જસ્ટિન ફરી એકવાર એક મોટી ચર્ચામાં છે એટલે કે તાજેતરમાં જસ્ટિને ખુલાસો કર્યો હતો કે તે હાલનાં દિવસોમાં ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે.
તેને જણાવ્યું કે, તે પૂરી દુનિયાથી એકલાપણું ફિલ કરી રહ્યો છે અને કહે છે કે તે કંઈક વિચિત્ર મહેસુસ કરી રહ્યો છે. તાજેતરમાં જસ્ટિને આ વાતને પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે અને જણાવ્યું કે તે હાલનાં દિવસોમાં ડિપ્રેશનમાં છે.
જસ્ટિને કાન્યે વેસ્ટ અને સ્કુટર બ્રાઉનની સાથે એક તસ્વીર પણ શેર કરી છે. જસ્ટિને તસ્વીર શેર કરતા લખ્યું કે, બસ તમને જણાવવા માંગુ છું કે હું હાલનાં સમયમાં ખુબ મુશ્કેલીમાં ગુજરી રહ્યો છું. મને લાગે છે કે હું દુનિયાથી ડિસકનેક્ટ અને બધુ વિચિત્ર લાગી રહ્યું છે. હું કહેવા માંગુ છું કે તમે બધા મારી માટે પ્રાર્થના કરો. ભગવાન વિશ્વાસયોગ્ય છે અને પ્રાર્થના વાસ્તવમાં કામ કરી જતી હોય છે. ભગવાન પર ભરોસો છે મને અને તમારી પ્રાર્થના રંગ લાવી ધન્યવાદ. સૂત્રો મુજબ જસ્ટિન પાછલા કેટલાક દિવસોથી પોતાના માનસિક સ્થિતિની સારવાર કરાવી રહ્યાં હતા.