વિખ્યાત શેફ સંજીવ કપૂરે બનાવી ‘એગ્સ કેજરીવાલ’ ડિશ!March 14, 2019

નવીદિલ્હી તા.14
જાણીતા શેફ સંજીવ કપૂર આમતો સ્વાદિષ્ટ ડિશ બનાવવા માટે ફેમશ છે. પરંતુ આ દિવસોમાં તે રાજનીતિ સાથે જોડાયેલા ટ્વીટના કારણે ચર્ચામાં છે. હકિકતે, સંજીવ કપૂરે ટ્વીટ પર ઈંડાથી બનેલી ડિશ શેર કરી છે. જેને તેમણે નામ આપ્યું છે એગ્સ કેજરીવાલ. આ ટ્વીટ બાદ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરવા લાગ્યા.એક ટ્વિટર યૂઝરે લખ્યું કે એગ્સ કેજરીવાલ ખાધા બાગ અમને ખાંસી તો નહીં થઈ જાય તો એક અન્ય યૂઝરે લખ્યું કે આ ડિશ ખાધા બાદ ઈંડા તો નહીં પડે. જોકે સંજીવ કપૂરે આ ટ્વીટ પર કોઈ સફાઈ આપી નથી. ચૂંટણી નજીક હોવાના કારણે લોકો તેને રાજનીતિ સાથે જોડી રહ્યા છે.સંજીવ કપૂરના કોજરીવાલ એગ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ એવી માંગ પણ કરવા લાગ્યા કે કેજરીવાલ પર જે રીતે ડિશ બનાવી છે તે જ રીતે મમતા ફિશ કરી અને મુલાયમ ચિકન પણ બનાવો. મહત્વનું છે કે શેફ સંજીવ કપૂર 2017માં બીજેપીના એક કાર્યક્રમમાં 5 હજાર કિલો ખિચડી બનાવીને ચર્ચામાં આવ્યા હતા. આટલું જ નહીં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર તેમના માટે શાકાહારી ભોજન બનાવવા માટે પણ ચર્ચામાં રહી ચુક્યા છે.