તણાવમાંથી મુક્તિ આપતો તહેવાર હોળીMarch 14, 2019

  • તણાવમાંથી મુક્તિ આપતો તહેવાર હોળી
  • તણાવમાંથી મુક્તિ આપતો તહેવાર હોળી

સમાજમાં રહેતા રહેતા આપણે ઘણા બધા સંબંધોે, વ્યવહારો નિભાવવાના છે. જેના કારણે ઘણાબધા ભાવો ઉત્પન્ન થાય છે. સતત સારા-ખરાબ ભાવો ઉત્પન્ન થવાથી ધીરે ધીરે સ્ટ્રેટ ફૂલ સ્થિતિનું નિર્માણ થાય છે. જેના લીધે આપણા પર શારીરિક રીતે વિપરીત અસરો આવે છે. આ બધુ જ જ્ઞાન આપણા ઉચ્ચ ચેતના ધરાવતા ઋષીઓ પાસે હતું અને અમુક સમયના અંતરાલ આ તણાવથી મુક્ત કરવા માટે તહેવારોનું આયોજન કરવામાં આવ્યું.
એક સરસ રીતે, આયોજન બધ્ધરીતે મનુષ્યમાં આવેલ નકારાત્મકતા, ગુસ્સો, તણાવ દૂર કરવા માટે ફાગણ માસની પૂનમના દિવસે હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જે એકદમ વૈજ્ઞાનિક છે. બીજું આ સમયે પ્રકૃતિ પણ નવસર્જનમાં મદદરૂપ હોય છે. એટલે જ તો ભગવાનને નવું ધાન્ય પકાવીને પ્રસાદરૂપે આપવામાં આવે છે. જેને હોલાર્ડ કહે છે. જેના પરથી આપણે હોળી કહીએ છીએ.
ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળી પ્રજજવલન કરવામાં આવે છે. થોડી સુક્ષ્મતામાં જઇએ તો અવલોકન બાદ તારણ મળશે કે પૂનમના ચંદ્રમાં શક્તિ હોય છે કે તે આપણા શરીરમાં તણાવના કારણે આવેલી ગરમી દૂર કરી શકે છે અને ચંદ્રની શીતળતા આપી શકે છે. પરંતુ તેના માટે આપણે પ્રાકૃતિક એટલે કે વિચારોથી ગ્રસ્તના હોવા જોઇએ. આ સ્થિતિ મળે એટલે અગ્નિ પ્રજ્જવલિત કરવામાં આવે છે. અગ્નિનો ધર્મ છે. બાળવાનો, એકીટસે લાંબો સમય અગ્નિ તરફ જોવાથી વિચારો બળવા લાગે છે અને નિર્વિચાર સ્થિતિમાં ચંદ્રની શીતળ ઉર્જા આપણામાં આવવા લાગે છે. એટલે જ તો કહેવાય છે કે હોળીના દિવસે અગ્નિની પ્રદક્ષિણા કરવાથી ઠંડી અને ગરમી એવી બે ઋતુના ભેગા થવાથી ઉત્પન્ન થયેલ. રોગીસ્ટ, કીટાણુઓ દૂર થાય છે. આવી જ રીતે વાતાવરણમાંથી નકારાત્મક, નિમ્ન ઉર્જા પણ મોટા પ્રમાણમાં બળી જાય છે. એટલે જ કહેવાય છે કે હોળીની રાત્રીમાં સાધના કરવાથી ઓછા સમયમાં ખૂબ જ પ્રગતિ થાય છે.
આજે પણ હોળીના મહત્ત્વને સમજનાર ઘણી બધી એવી જાતિઓ ભારતમના જંગલોમાં વસે છે જેઓ વર્ષમાં એકવાર પોતાના ઘર અને વસ્તુઓને અગ્નિમાં બાળી નાખે છે. આ ક્રિયા પાછળ માનસિક સ્વસ્થતા મેળવવાનું જબરદસ્ત કારણ છૂપાયેલું છે. ઘણીવાર વસ્તુઓ સતત વાપરવાના કારણે આપણને વસ્તુઓથી મોહ ઉત્પન્ન થઇ જાય છે. એ વસ્તુ બાળવાથી તેની આસક્તિથી મુક્ત થઇ જઇએ છીએ. બીજુ આખા વર્ષ દરમિયાન બનેલી સારી/ખરાબ ઘટનાઓની યાદી મનમાં પડી હોય છે. જેનાથી મનુષ્ય મુક્ત નથી થઇ શકતો પણ જો તે ઘર જ બાળી નાખવામાં આવે તો ઘણા બધા અનાવશ્યક વિચારોથી મુક્તિ મળે છે અને માનસિક સ્વાસ્થ્ય બનેલું રહે છે.
આવી રીતે હોળીના દિવસે એકબીજા વચ્ચે રહેલા ગમા-અણગમાનો વિચારોથી મુક્તિ મેળવી બીજા દિવસે નવી શરૂઆતને આપણે રંગો ઉડાળીને મનાવીએ છીએ. ધૂળેટીનું બીજુ મહત્ત્વ છે કે તે આપણા આભામંડળને સ્વચ્છ કરે છે. એટલે તો પ્રાકૃતિક રંગોથી રંગ ઉત્સવ મનાવવામાં આવે છે. જેવા કે કેસુડો, હળદર, બીટ જેવા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવતા બીજુ આપણા શરીરની અંદર રહેલા શક્તિઓના અલગ અલગ રંગ છે. જો પ્રાકૃતિક રંગોથી ધૂળેટી રમવામાં આવે તો કલર થેરેપીથી આપણા શરીર અને માનસ ખૂબ જ સારી અસર પડે છે.
પ્રચલીત વાર્તાઓ મુજબ હોલીકાને વરદાન હતું કે તે કયારેય અગ્નિથી બળશે નહી તે પહેલા પણ ઘણીવાર અગ્નિ સ્નાન કરી ચૂકી હતી. પરંતુ આ વખતે પ્રહલાદને ભસ્મ કરવાના ખોટા ઉદેશથી અગ્નિ સ્નાન કરવાની હતી. કેમ નાનુ બાળક જ પ્રહલાદ સ્વરૂપે ત્યાં હતું? બાળક અને પ્રહલાદ જેવું જ એટલે કે બાળક નિખાલસતા, શુધ્ધતા, પવિત્રતાનું પ્રતીક છે. પ્રહલાદ ભાવુક, અનન્ય ભક્તિ, સ્પષ્ટતા, નિડરતાનું પ્રતીક છે. જો આવા કોઇ વ્યક્તિત્વને હોલીકા જેવી નકારાત્મકતા અગ્નિ જેવી પ્રચંડ શક્તિઓ સાથે નુકસાન પહોંચાડવા માગે તો હોલીકા ખૂદ જ ભસ્મ થઇ જાય છે. આવનારી માનવજાતિને યુગો સુધી સંદેશ મળશે કે જો આપણે પણ પ્રહલાદની જેમ સાધના દ્વારા અંદરના ઉચ્ચ ગુણો જેવા કે નિખાલસતા, નિડરતા, પવિત્રતા, શુધ્ધતા, સ્પષ્ટતા, બનાવી રાખીશું તો હોલીકા જેવી તણાવ, ડીપ્રેશન, હતાશા આપણને નુકસાન નહીં પહોંચાડી શકે પરંતુ તે જ ભસ્મ થઇ જશે.
- મોહિતભાઈ કાચા
(આધ્યાત્મિક વક્તા, ધ્યાનયોગ નિષ્ણાંત, લાઈફ કોચ) પૂનમના ચંદ્રમાં શક્તિ હોય છે કે તે આપણા શરીરમાં તણાવના કારણે આવેલી ગરમી દૂર કરી શકે છે અને ચંદ્રની શીતળતા આપી શકે છે
આખા વર્ષ દરમ્યાન બનેલી સારી/ખરાબ ઘટનાઓની યાદી મનમાં પડી હોય છે. જેનાથી મનુષ્ય મુક્ત નથી થઇ શકતો તે પણ જ બાળી નાખવામાં આવે તો ઘણા બધા અનાવશ્યક વિચારોથી મુક્તિ મળે છે અને માનસિક સ્વાસ્થ્ય બનેલું રહે છે