પ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છેMarch 14, 2019

  • પ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે
  • પ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે
  • પ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે
  • પ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે
  • પ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે

ભારતીય સંસ્કૃતિના દરેક તહેવારોનું ધાર્મિક, આધ્યાત્મિક વૈજ્ઞાનિક મહત્ત્વ રહેલું છે તેથી સામાજિક રીતે ઉજવણી સાથે સાથે દરેક ધર્મ સંપ્રદાયમાં પણ દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસને રંગોથી ઉજવાય અને ઉત્સવનો આ તહેવાર ઉજવવામાં આવે છે. મોજ મસ્તીના આ તહેવારનું દરેક ધર્મમાં મહત્ત્વ રહેલું છે.
ડોલોત્સવ
હોળીમાં વૈષ્ણવો શ્રી ઠાકોરજીને વૃક્ષોની ડાળી પર દોરડાથી બનાવેલ ઝુલાઓ પર ફુલ પાનથી ગુંથણી કરી ઝુલાવવામાં આવે છે. અમુક જગ્યાએ ફુલડોલ ઉત્સવ દરમિયાન મેળા ભરાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનને શણગાર કરવામાં આવે છે તેમજ સામૈયા ઉજવવામાં આવે છે.
દરેક સંપ્રદાયમાં હોળી-ધુળેટી એમ બે દિવસનો ઉત્સવ ઉજવાય છે.
વ્રજની હોળી
વ્રજમાં હોળીની વધાઇ ચાલીસ દિવસ પહેલા આપી દેવામાં આવે છે અને હોળી પૂરા સત્તર દિવસ ઉજવવામાં આવે છે. પુષ્ટીમાર્ગીય મંદિરોમાં વસંત પંચમીથી લઇને ફાગણ વદ એકમ સુધી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે.
વૈષ્ણવ સંપ્રદાય
વૈષ્ણવ સંપ્રદાયમાં હવેલીમાં હોરીના રસિયા ગાવામાં આવે છે. ભગવાનને રંગો વડે રમાડવામાં આવે છે. ગોમતી સ્નાન અને દ્વારકાધીશના દર્શનનું મહત્ત્વ
અરબી સમુદ્ર સાથે જોડાયેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનો મહિમા અનેકગણો છે. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધી ભક્તો સ્વર્ગદ્વાર તથા મોક્ષ દ્વારેથી જગત મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી પોતાની જાતને અહોભાગ્ય માને છે. દ્વારકાધીશની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં લોકો પગપાળા યાત્રા કરી દ્વારકા પહોંચે છે.ફાગણી પૂનમના દર્શનનું મહત્ત્વ ખાસ હોય છે. ભક્તો ભૂખ-તરસ-થાકને ધ્યાનમાં લીધા વગર ચાલીને ઠાકોરજી નું નામ સ્મરણ કરતાં પહોંચી જાય છે. પ્રાત:કાળે મંગળા આરતી શણગાર થી બપોરની મધ્યાન આરતી તથા રાજભોગના સમયે તેમજ સાંજની સંધ્યા આરતી તથા રાત્રીના શયન આરતી સમયે ઠાકોરજીના વિશેષ દર્શન થાય છે ઢોલ, નગારાના તાલબદ્ધ નાદ સાથે અબીલ-ગુલાલની છોળો વચ્ચે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની જાય છે.   સૂક્ષ્મ જીવોની રક્ષા
સાથે ઉજવણી કરીએ
કોઈપણ ધર્મ પોતાના આનંદ માટે બીજાને નુકસાન
પહોંચાડવાનું નથી સુચવતો. જૈન ધર્મની વાત કરીએ તો સૂક્ષ્મ
અહિંસા પર આધારિત આ ધર્મમાં હોળી પ્રગટાવવા અને દર્શન
કરવાનો નિષેધ છે તેમજ રંગો વડે રમવામાં પણ જૈનો માનતા નથી.
રમવામાં પાણીનો ઉપયોગ થાય અને પાણીમાં સુક્ષ્મ જીવો રહેલા હોય છે તેની હિંસા થાય છે. તેમજ બીજાને વધારે રંગી નાખવામાં મનના ભાવ બગડે છે અને કયાંક આવા સમયે ખરાબ બનાવો પણ બનતા હોય છે તેથી તેનાથી બચવું.
હોળી પ્રગટાવવામાં અગ્નિકાય, વાયુકાય તેમજ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય
જીવોની હિંસા થાય છે.
હોળી પ્રજ્જવલિત કરવામાં જે લાકડા,છાણાં વાપરાય છે તેમાં અનેક
સૂક્ષ્મ જીવો રહેલા હોય છે ઉપરાંત જે જગ્યાએ હોળી પ્રગટાવવામાં
આવે તે જમીન પર પણ ઝીણા જંતુઓ, કીડી, મકોડા વગેરે હોય છે
તેથી આ બધાની અગ્નિમાં હિંસા થાય છે જેના પાપકર્મ બંધાય
છે. ઉપરાંત હવામાં રહેલા સૂક્ષ્મ જીવોની પણ હિંસા થાય છે
તેથી હોળીના દિવસે આ પાપના ભાગીદાર બનવા કરતા
તપ, જપ, ઉપવાસ, સ્વાધ્યાય વગેરે કરવું આત્મા
માટે પણ લાભદાયી છે.તેથી જીવોની જતના
કરતા આધ્યાત્મિક રીતે હોળી
ઉજવીએ. વર્ષો પહેલા આવવા જવા માટે વાહનની વ્યવસ્થા નહોતી અને ભગવાનના દર્શન માટે દૂરથી ચાલીને આવતાં પ્રભુના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા ઘણા વર્ષો સુધી ડાકોર થી ચાલતા દ્વારકા ગયા બોડાણાની આવી અનન્ય ભક્તિ જોઈને ભગવાન કૃષ્ણ એટલા બધા પ્રસન્ન થયા કે ડાકોર આવીને વસ્યા. દેશકાળ બદલાયો, સમય બદલાયો પરંતુ ઈશ્ર્વરની આસ્થામાં જરા પણ ઓટ આવી નથી. બસ-ટ્રેન અને પ્લેનના જમાનામાં આજે પણ ફાગણ સુદ પૂનમના મોટી સંખ્યામાં લોકો રાજારણછોડરાયના દર્શન કરવા માટે પગપાળા ડાકોર યાત્રાએ જાય છે. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો ઉમટી પડે છે. રણછોડરાયના અલૌકિક દર્શનની એક ઝાંખી કરીને ભક્તો ધન્ય થઈ જાય છે. ફાગણી પૂનમે હાથમાં ધજા અને મુખમાં ભજન લઈને ડાકોરના માર્ગો પર હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા જોવા મળે છે શરીર નો થાક હોય છે પરંતુ જ્યારે ગર્ભગૃહની અંદર સોનાના વરખથી મઢેલા સિંહાસન પર બિરાજમાન ઠાકોરજીના દર્શન થાય છે ત્યારે શરીરનો બધો થાક ઉતરી જાય છે અને મન પ્રફુલ્લિત થઇ જાય છે.
જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે પવનની દિશા મુજબ હોળીની ઝાળ જતી હોય છે ત્યારે જે તે દિશામાં હોળીની ઝાળ હોય તે મુજબ આવનાર વર્ષનો પૂર્વાનુમાન કરી શકાય છે. જેમકે ઝાળ ઈશાન દિશામાં હોય તો ઓછો વરસાદ થાય છે એટલે કે નબળું વર્ષ જાય. જો ઝાળ ની દિશા વાયવ્ય તરફની હોય તો વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. નૈઋત્ય દિશામાં ઝાળ જાય તો ઠંડીનું પ્રમાણ અતિશય વધે છે. જો હોળીની ઝાળ પૂર્વ દિશામાં જાય તો અમુક જગ્યાએ વરસાદ અને અમુક જગ્યાએ બિલકુલ વરસાદ ન હોય એવી પરિસ્થિતિ ઊભી થાય જો ઉત્તર દિશામાં ઝાળ જાય તો સારો વરસાદ થવાની શક્યતા છે અને એટલે જ હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે લોકો તેની ઝાળની દિશા જુએ છે.  

 
 
 

Releted News