ચિંતન

  • ચિંતન


‘આત્મન : હિતમ્ શોષયતિ ઈતી પાપમ્’ આત્માના હિતને ખતમ કરી નાખે તે પાપ છે. પાપ કરવાથી આનંદ આવતો હોય પણ તે તમારા હિતને ખતમ કરી નાખે છે પાપ કરવાથી દુ:ખ આવશે તેમ વિચારી નરકગતિ અને તિર્યચ ગતિને તમે દુર્ગતિ કે સદ્ગતિ માનો છો? દુર્ગતિ માનો છો તો શેના માટે દુર્ગતિ કે સદ્ગતિ માનો છો? મહારાજા શ્રેણિક આગળ નરક ગતિમાં પણ સમ્યક દર્શન અને બારમા દેવલોકમાં રહેલ ગોશાલક આગળ પણ સમ્યક દર્શન નથી જો દેવગતિને તમે સદ્ગતિ અને નરકગતિને દુર્ગતિ ગણતા હો તો મહારાજા શ્રેણિક અત્યારે નરક ગતિમાં છે જે આવતી ચોવીસીના તીર્થંકર છે. તીર્થંકર નામકર્મ નિકાચીત કરેલા પછીના ભવમાં સીધા નરકમાંથી નીકળીને સીધા તીર્થંકર થનારા શ્રેણિક મહારાજા આજે પહેલી નરકમાં છે એમ પહેલી, બીજી અને ત્રીજી નરકમાંથી સીધા નીકળીને તીર્થંકર થનારા જીવો અસંખ્ય છે તો પછી નરક ગતિને દુર્ગતિ કઈ રીતે માની શકાય અને અસંખ્ય મિથ્યાત્વીઓ દેવગતિમાં છે. દુર્ગતિ સદ્ગતિની બે ક્ષેત્રમાં વ્યાખ્યા શરીર કેન્દ્ર જે ગતિમાં તમારી પાસે સદ્બુધ્ધિ હોય તે અને સદ્ગતિ જે ગતિમાં દુબુધ્ધિ હોય તે ગતિ દુર્ગતિ કહેવાય જે ગતિમાં દુ:ખ હોય તે દુર્ગતિ નહી પણ દુર્ગતિ હોય તે દુર્ગતિ. જે ગતિમાં સુખ હોય તે નહીં પણ સદ્બુધ્ધિ હોય તે સદ્ગતિ કહેવાય. મારા અને તમારા બંને માટે કંઈ દુર્ગતિ ખરાબ દુ:ખ વાળી કે દુર્બુધ્ધિ વાળી.
-પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.