શેરબજારમાં અવિરત તેજીનો દૌર જારી: સેન્સેક્સ 37,700 અને નિફ્ટી 11,300ને પાર March 13, 2019

  • શેરબજારમાં અવિરત તેજીનો દૌર જારી: સેન્સેક્સ 37,700 અને નિફ્ટી 11,300ને પાર

રાજકોટ, તા.13
આજે શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ 14.43 પોઇન્ટ એટલે કે 0.04 ટકાના ઘટાડા સાથે 37,521.23 પર અને નિફ્ટી 25.00 પોઇન્ટ એટલે કે 0.22 ટકાના નહીવત વધારા સાથે 11,326.20 પર ખુલ્યો છે. સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. શેરબજારમાં આજે ચારે તરફ ખરીદારી જોવા મળી હતી.
રિયલ્ટી, ફાર્મા, ટેલીકોમ અને મીડિયા સેક્ટરમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી હતી. રિયલ્ટી ઇન્ડેક્સ તો ગઇકાલે 3 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. નિફ્ટી ગઇકાલે 11 હજારની ઉપર બંધ થયું હતુ. ત્યાંજ બેંક નિફ્ટી પણ ગઇકાલે રેકોર્ડ કહી શકાય તેવા ઉછાળા સાથે બંધ થયું હતુ.
સતત તેજી પછી રૂપિયાએ આજે થોડી નબળાઇ સાથે શરૂઆત કરી છે. ડોલર સામે રૂપિયો 4 પૈસા ઘટીને 69.74 ની સપાટીએ ખુલ્યો છે. પરંતુ ઘટતા રૂપિયો ખુલ્યો પણ ફરીથી રૂપિયામાં મજબૂતી જોવા મળી રહી છે. હાલમાં, રૂપિયો 69.65 ની સપાટીએ જોવા મળ્યો છે. તેમજ ગઇકાલે રૂપિયો ડોલર સામે 18 પૈસા વધી 69.70ના સ્તર પર બંધ થયો હતો.
બપોરે 3.20 વાગ્યે સેન્સેક્સ 216 અંકના ઉછાળા સાથે 37752 તેમજ નિફ્ટી 40 પોઈન્ટ 11341ની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા.