જૂનાગઢમાં ક્રેડિટ કાર્ડ બંધ હોવા છતાં ગ્રાહકના ખાતામાંથી 58 હજાર ગાયબMarch 13, 2019

જુનાગઢ તા.13
સોરઠ પંથકમા બેંકના ગ્રાહકોને ફ્રોડ કરનારી ગેંગ ટારગેટ બનાવી એક પછે એક લોકોને શિકાર બનાવી રહી છે ત્યારે જુનાગઢના મનપાના એક કર્મચારીએ 7મી માર્ચે ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યુ હોવા છતા તેના ખાતામાથી રૂપિયા 58 હજાર ઉપડી જવા પામ્યા હતા. જોકે આ ગ્રાહકે તાત્કાલિક બેંકમા સ્ટોપપેમેંટ કરાવી દેતા ખાતામા પડેલ રૂપિયા 2 લાખ બચી જવા પામ્યા હતા.
જુનાગઢ મનપામા ફરજ બજાવતા પ્રકાશભાઈ વ્યાસે બેંકના ફ્રોડના વધતા જતા કિસ્સા અંગે અખબારી અહેવાલો વાંચ્યા બાદ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા બેંકનો સંપર્ક કરતા થોડા દિવસમા કાર્ડ બંધ થઈ જશે તેમ જણાવ્યા બાદ દોઢ મહિને ફોન આવ્યો હતો અને કાર્ડ બંધ કરાવવા માટે મેસેજ મોકલી ઓટીપી નમ્બર માંગ્યો હતો જેથી પ્રકાશભાઈએ ઓટીપી નંબર આપી દેતા ગત તારીખ 6 માર્ચના 19,998 રૂપિયા ઉપડ્યા હતા જેનો મેસેજ 9મી માર્ચે આવ્યો હતો અને 7મી માર્ચે 37998 રૂપિયા ઉપડ્યા હતા એનો મેસેજ બેંક દ્વારા 10મી માર્ચે આવ્યો હતો. આમ માત્ર બે દિવસમા 57996 રૂપિયા ઉપડી જવા પામ્યા હતા. જોકે તે દરમિયાન પ્રકાશભાઈએ પોતાના એસબીઆઈના સેવિંગ ખાતામા સ્ટોપ પેમેંટ કરાવી દેતા ખાતામા રહેલ રૂપિયા 2 લાખથી વધુની રકમ બચી જવા પામી હતી. આ પ્રકરણમા પ્રકાસભાઈ વ્યાસે બી ડીવીઝન પોલિસમા ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.