રિસામણે બેઠેલી પરિણીતા પર દુષ્કર્મ ગુજારી હવસખોરોએ ગર્ભવતી બનાવીMarch 13, 2019

  • રિસામણે બેઠેલી પરિણીતા પર દુષ્કર્મ  ગુજારી હવસખોરોએ ગર્ભવતી બનાવી

 કેટરર્સમાં કામ કરવા જતી યુવતીના કપડા બદલતી વખતે નગ્ન ફોટા પાડી લઇ વાઇરલ કરવાની ધમકી!
 પોરબંદરના શખ્સ અને મહિલા સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા શોધખોળ શરૂ
 બદનામીના ડરથી બચવા
માટે મહિલાએ બાળકને જન્મ આપી ભવનાથ વિસ્તારમાં તરછોડી દીધું હતું
જૂનાગઢ તા.13
જુનાગઢના કાથરોટા ગામે રીસામણે આવેલી પરણીત યુવતીને કેટ્રર્સમા કામ કરવા જતી હતી ત્યારે તેનાજ ગામની એક મહિલાએ જુનાગઢ અને પોરબંદરના શખ્સો સાથે પરિચય કરાવી પરણીત યુવતીના નગ્ન ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી પોરબંદરના નરાધમ શખ્સે યુવતીની મરજી વિરૂદ્ધ ધરારથી દુષ્કર્મ આચરી તેની વિડિયો ક્લિપ ઉતારી યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ આચરી લગ્ન કરવાની લાલચ આપી સગર્ભા બનાવી દઈ લગ્ન કરવાની ના પાડી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની જુનાગઢ બી ડીવીઝન પોલિસમા ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે
જોકે જાણવા મળતી વિગતો અનુસાર આ યુવતીએ તાજેતરમા જ પોતાનુ નવજાત શિશુ ભવનાથ વિસ્તારમાં ત્યજી દીધુ હતુ અને આ પરણીત યુવતી સહિત તેના પિતા અને મામા સામે ફરિયાદ નોંધાઇ છે.
જુનાગઢના કાથરોટા ગામની એક 24 વર્ષીય પરણિત મહિલા તેના જ ગામની મીનાબેન મનસુખભાઈ ચૌહાણ સાથે કેટ્રર્સનુ કામ કરવા જતી હતી ત્યારે આ મહિલાએ જોષીપુરાના ખોડલધામ બિલ્ડીંગમા રહેતા નરેશ કુંભાર તથા પોરબંદરના ભોલા ચુડાસમા સાથે પરિચય કરાવ્યો હતો દરમિયાન આ યુવતી કપડા બદલતી હતી ત્યારે મીનાએ તેના નગ્ન ફોટા મોબાઈલમા પાડી તે ફોટા નરેશ કુંભાર અને ભોલા ચુડાસમાને આપ્યા હતા
ત્યારે આ બન્ને શખ્સોેએ તેમની પાસેના ફોટા તેના મા બાપ ને બતાવી બદનામ કરશુ તેવી ધમકી આપી ભોલો ચુડાસમાએ યુવતીને ખલીલપુર રોડ પર આવેલ ખોડલધામ બીલ્ડીંગના એક ફ્લેટમા લઈ ગયો હતો અને ફરિયાદીની મરજી વિરુદ્ધ તેણી સાથે ધરારથી દુષ્કર્મ આચરી વિડિયો ક્લિપ ઉતારી લીધી હતી, બાદમા આ ક્લિપ બીજાને બતાવી દેવાની ધમકી આપી યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ અને લગ્ન કરવાની લાલચ અપી તેણીને સગર્ભા બનાવી દીધી હતી બાદમાં આ નરાધમે યુવતીને લગ્ન કરવાની ના પાડી દેતા અંતે યુવતીએ ગત તારીખે 12.05.2018 થી 21.05.2018 સુધી તેમના પર આચરાયેલ કૃત્યોની ફરિયાદ ગઈ કાલે રાત્રિના 10 વાગ્યે જુનાગઢ બી ડીવીઝન પોલિસમા નોંધાવતા એસસીએસટી સેલના ડીવાયએસપી એચ.એસ. રત્નુએ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે જાણવા મળેલ વધુ વિગત અંગે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના લગ્ન ગોલાધર ગામે થયા હતા અને તેણી કાથરોટા ગામે તેમના પિયરિયે રીસામણે આવેલ હતી. ત્યારે થોડા દિવસો અગાઊ તેના પુત્ર ને જુનાગઢની સિવીલ હોસ્પિટલમા જન્મ આપ્યો હતો અને બીજા જ દિવસે આ બાળકને તેમણે ભવનાથ વિસ્તારમા ત્યજી દીધુ હતુ જે અંગે આ યુવતી તથા તેના પિતા અને મામા સામે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યજી દેવાયેલ પુત્રને શીશુમંગલમા આશરો અપાયો હતો.