કાલથી હોળાષ્ટક: 1 મહિનો શુભ કાર્યો નહીં થાય

  • કાલથી હોળાષ્ટક: 1 મહિનો શુભ કાર્યો નહીં થાય

15મી માર્ચથી કમૂરતા બેસશે, લગ્ન, વાસ્તુ, ગૃહપ્રવેશ, નવી ઓફિસનું ઉદ્ઘાટન જેવા માંગલિક કાર્યો થઇ શકશે નહીં
આવતીકાલ બુધવારથી હોળાષ્ટક બેસતા શુભ કાર્યો થઇ શકશે નહીં. 14મી માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થશે જે 20મી માર્ચે પૂર્ણ થશે. 20મી રાતે 8:37 કલાકે હોલીકા દહન સાથે જયોતિષ ભરતઅદાના જણાવ્યા અનુસાર 15મી માર્ચથી ગોચરનો સૂર્ય મીન રાશીમાં પરિભમ્રણ કરશે જે મીનારક કમુરતા કહેવાય છે. આ કમુરતાના દિવસોમાં એક મહિનો ચાલતા હોવાથી શુભ કાર્યોને બ્રેક લાગશે. એક મહિના સુધી સગાઈ, લગ્ન, વાસ્તુ, ગૃહ પ્રવેશ, જનોઈ, નવી ઓફિસનું ઉદઘાટન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહી. જયોતિષની દ્રષ્ટિએ આ સમયગાળામાં રાજકીય પક્ષોમાં વિખવાદ વધુ વકરી શકશે.
રાશી ઉપર પડનારી
શુભ-અશુભ અસર
મેષ : તબિયતની કાળજી રાખવી, તેમજ મહત્વના કાયદાકીય કરારો કરવા નહી
વૃષભ : આકસ્મિક ધનપ્રાપ્તિ તેમજ શત્રુ પર વિજય, વડીલોથી લગામ
મિથુન : નોકરી ધંધામાં કાળજી રાખવી તેમજ માનહાની થવાના અશુભ એંધાણ
કર્ક : ભાગ્યમાં શુભ પરિવર્તન, કોર્ટ-કચેરી તથા આરોગ્ય માટે ચિંતા કરાશે.
સિંહ : વાહન ચલાવતા કાળજી રાખવી, વાણી પર સંયમ રાખવો, કુટુંબમાં શુભ પ્રસંગ બને
ક્ધયા : લગ્નજીવનમાં મત મતાંતર થયા કરે આકસ્મિક ગુસ્સો અને ખર્ચ વશે.
તુલા : નોકરીમાં શુભ પરિવર્તન શત્રુ દ્વારા સમજૂતી થાય આકસ્મિક ધન પ્રાપ્તિ
વૃશ્ર્ચિક : શેર બજાર જેવા વ્યવસાયથી લાભ ગુપ્ત ધન મળવાના પ્રબળ યોગ.
ધન : માનસીક ચિંતા વધે, ઉંઘ ઓછી થવાના યોગ બને, નોકરી-ધંધામાં શુભ પરિવર્તન
મકર : ટુંકી મુસાફરી થાય, ઘણા લાંબા સમયથી વણ ઉકેલાયેલા કામો સફળ બને.
કુંભ : ધન વધવાના યોગ બને ફસાયેલા નાણા પાછા આવે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચો થાય
મીન : લગ્નોત્સવ યુવક-યુવતી માટે શુભ સમય સરકારી નોકરી મળવા પ્રબળ યોગ.