મસૂદ અઝહર ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થવા પરMarch 13, 2019

  • મસૂદ અઝહર ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થવા પર

 જો કે, ચીનનો તર્ક
છે કે મસૂદ અઝહરને જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાનાં પર્યાપ્ત પુરાવા નથી!
ન્યૂયોર્ક તા.13
અલકાયદા પ્રતિબંધ સમિતિમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કોઇ પણ સભ્ય દ્વારા કોઇ આપત્તિ નહીં દર્શાવવામાં આવે તો આજે જૈશ-એ-મહોમ્મદ મુખીયા મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગવાની પુરી શક્યતા છે. આ પ્રસ્તાવ પુલવામા આતંકવાદી હુમલા બાદ જૈશ-એ-મહોમ્મદ (જેએએમ) વિરુધ્ધ અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ હુમલાની જવાબદારી જેએએમએ સ્વીકારી હતી. પઠાનકોટ આતંકી હુમલા બાદ મસૂદ અઝહર વિરુધ્ધ આ પ્રસ્તાવ ચોથી વખત લાવવામાં આવ્યો છે. ગત બધા મામલા પર ચીન આ પ્રસ્તાવ પર તકનીકી રોક લગાવી ચૂક્યું છે.
જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ ચીનનો તર્ક છે કે મસૂદ અઝહરનો જેએએમ સાથે સંબંધ હોવાના પર્યાપ્ત પૂરાવા અથવા જાણકારી નથી.
સંયુક્ત રાષ્ટ્રના ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયાને સમજાવતાં જણાવ્યું કે જો સાઇલન્સ પીરિયડ, જેમાં સુરક્ષા પરિષદના કોઇ સભ્ય વાંધો ઉઠાવી શકે છે, 13 માર્ચે આ પુરુ થઇ જાય છે તો મસૂદ અઝહરને 1267 પ્રતિબંધ યાદીમાં સામેલ કરી નાંખવામાં આવશે. ભારત પર બે મોટા હુમલા કરાવનાર આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધ મુદ્દે પ્રસ્તાવ પર આજે યુએનમાં ચર્ચા કરવામાં આવી શકે છે. કારણ કે, પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી ત્યારે જૈશના વડા મસૂદ અઝહર સામે અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ ઞગમાં પ્રસ્તાવ લાવ્યું હતું.
આ પ્રસ્તાવમુદ્દે આજે વિચારણા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, અગાઉ ભારતના આ પ્રકારના પ્રસ્તાવમાં ચીને વચ્ચે પોતાનો અડીંગો બતાવ્યો હતો. ત્યારે આ વખતના પ્રસ્તાવમાં પણ ચીન ટાંગ અડાડી શકે છે. મધ્યસ્થીના બહાને ચીન અઝહર પર પ્રતિબંધ પર અડચણો ઉભી કરી શકે છે.