પ્રિયંકા ગાંધી સોમનાથ આવશે; સભા સંબોધશે

  • પ્રિયંકા ગાંધી સોમનાથ  આવશે; સભા સંબોધશે

અમદાવાદ તા.13
પ્રિયંકા ગાંધીએ ગુજરાતના અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી અને ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ અડાલજ ખાતે એક સભાને સંબોધન કર્યું હતું. ત્યારે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને પ્રિયંકા ગાંધી બીજીવાર આવશે અને સૌરાષ્ટ્રમાં એક જંગી રેલી કરીને સભાને સંબોધિત કરશે. જ્યારે બીજીવાર પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવશે ત્યારે યાત્રાધામ સોમનાથમાં જઈને ભગવાન શિવના દર્શન કરશે.
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણીની શરૂઆત
પવિત્ર યાત્રાધામ દ્વારકાનામાં પૂજા અર્ચના કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ સોમનાથમાં ભગવાના શિવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારે પ્રિયંકા ગાંધી પણ ભગવાન શિવના દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી કયા સમયે ગુજરાત આવશે તેને લઇને કોંગ્રેસના નેતાઓએ અમદાવાદના એરપોર્ટ ખાતે પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરી હતી. આ ચર્ચા સમયે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.